પાકિસ્તાનમાં મોંઘવારીનો કહેર: પેટ્રોલ બાદ લોટ, ખાંડ, ઘીનાં ભાવમાં વધારો

17 July 2021 05:13 PM
India World
  • પાકિસ્તાનમાં મોંઘવારીનો કહેર: પેટ્રોલ બાદ લોટ, ખાંડ, ઘીનાં ભાવમાં વધારો

ઈસ્લામાબાદ તા.17
ભારતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા બાદ હવે પાકિસ્તાનમાં પણ મોંઘવારીનો કહેર વર્તાય રહ્યો છે. પેટ્રોલ બાદ હવે લોટ સહિત ખાવાપીવાની ચીજવસ્તુનાં ભાવ વધી રહ્યા છે. પાકિસ્તાનનાં યુટીલીટી સ્ટોર્સ કોર્પોરેશને ખાંડ, ઘઉંનાં લોટ, ઘી, માખણની કિંમતનાં વધારાને મંજુરી આપી દીધી છે. જેથી તમામ ઉત્પાદનો માટે હવે વધુ રૂપિયા ખર્ચવા પડશે. પાકમાં હવે ખાંડનાં ભાવ 68થી વધીને 85 માખણનાં ભાવ 170થી વધીને 260 તેમજ ઘઉંના લોટની થેલી 850થી વધીને 950ની કિંમતે મળશે. આ પુર્વે ઈમરાનખાનનાં નેતૃત્વવાળી સરકારે પેટ્રોલના ભાવમાં 5.40 રૂા. પ્રતિ લીટર તથા હાઈ સ્પીડ ડિઝલનાં ભાવમાં 2.54 રૂા. પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. સાથોસાથ હવે ખાવાપીવાની ચીજવસ્તુઓનાં પણ લોકોને ભાવવધારાનો માર સહન કરવો પડી રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement