યેદુરપ્પાની ગાદી પણ જોખમમાં; રાજીનામુ નકાર્યા બાદ વિમાની મથકથી પરત બોલાવતા અમિત શાહ

17 July 2021 06:14 PM
India Politics
  • યેદુરપ્પાની ગાદી પણ જોખમમાં; રાજીનામુ નકાર્યા બાદ વિમાની મથકથી પરત બોલાવતા અમિત શાહ

હજું એક મુખ્યમંત્રી ગયા નથી ત્યાં છ દાવેદારોની ચર્ચા

* મોદી-નડ્ડાને મળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ફોડ ના પાડયા: હવે સાંજ સુધીમાં ભાજપ મોવડીનો નિર્ણય

નવી દિલ્હી: ભાજપ શાસનના વધુ એક રાજયમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે દિલ્હી પહોચેલા કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાએ સ્વાસ્થ્યના કારણોસર તેમનું આપવા મોવડીમંડળ સમક્ષ ઓફર કર્યા બાદ નાટયાત્મક ઘટના કાળમાં બેંગ્લોર પરત જઈ રહેલા શ્રી યેદુરપ્પાને વિમાની મથકે પહોચે તે પુર્વે ગૃહમંત્રી અમીત શાહનો ફોન આવતા તેઓ દિલ્હીમાં રોકાઈ ગયા છે.

ભાજપના સૂત્રો કહે છે કે શ્રી યેદુરપ્પાનું રાજીનામુ નિશ્ર્ચિત છે પણ સમય અંગે મોવડીમંડળ દ્વીધામાં છે. હાલમાં જ પક્ષને ઉતરાખંડના મુખ્યમંત્રી બદલવા પડયા છે તેના અઠવાડીયામાં વધુ એક મુખ્યમંત્રી બદલવા એ પક્ષ માટે મોટો પ્રશ્ર્ન છે. શ્રી યેદુરપ્પા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બાદમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાને મળવા ગયા હતા. જો કે પત્રકારો સાથેની તેમની વાતચીતમાં રાજીનામા અંગેના પ્રશ્ર્નનો સીધો જવાબ આપવાનું ટાળી તમો જ મને કરો તેવું પત્રકારોને સામો પ્રશ્ર્ન પૂછયો હતો. જોકે તેમાં બેંગ્લોર જઈ રહ્યા હતા ત્યાં જ તેઓને વિમાની મથક પર જ ભાજપના સીનીયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેઓને રોકાઈ જવા જણાવ્યું હતું.

આમ હવે નવું સસ્પેન્સ સર્જાયુ છે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે તો તેમના અનુભવી તરીકે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી ઉપપ્રમુખ લક્ષ્મણ સવદી હાલમાં જ મંત્રી મંડળમાંથી પડતા મુકાયેલા સદાનંદ ગોડા પક્ષના મહામંત્રી બી,એસ.સંતોષ સાબીત થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement