હવે ગુજરાતના કર્મચારીઓએ 11% મોંઘવારી ભથ્થુ ‘છૂટુ’ કરવા નિતીનભાઈને પત્ર લખ્યો

17 July 2021 06:19 PM
Ahmedabad Gujarat Rajkot
  • હવે ગુજરાતના કર્મચારીઓએ 11% મોંઘવારી ભથ્થુ ‘છૂટુ’ કરવા નિતીનભાઈને પત્ર લખ્યો

અમને પણ મોંઘવારી નડે છે: પેન્શનરો પણ મેદાનમાં; કેન્દ્રએ આપેલા લાભ ગુજરાતમાં પણ અમલી બનાવવો જરૂરી

ગાંધીનગર તા.17
રાજ્ય સરકાર ના 4.50 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત 3 લાખ પેંશનરો ને 28 ટકા મોંઘવારી ભથ્થુ આપવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સમક્ષ પત્ર લખી ઉઘરાણી કરી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું સત્વરે છૂટું કરવા તેમજ 28 ટકા ડી.એ આપવાની માગણી ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી છે પત્રમાં ઉલ્લેખ કર્યું છે કે રાજ્યમાં કોરોના ના કારણે રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવેલું મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ઉલ્લેખનીય છે કે આ બાબતે કર્મચારી મહામંડળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પટેલ પત્ર લખીને પોતાની માગણી વ્યક્ત કરી છે બીજી તરફ તેમણે એવો ઉલ્લેખ કરે છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી દર છ મહિને જાહેર કરવામાં આવતું હતું પરંતુ કોરોના ની મહામારી ના કારણે આ ભથ્થુ સ્થગિત કરવામાં આવ્યું છે.

જોકે તાજેતરમાં વધતિજતી મોંઘવારીના કારણે રાજ્ય સરકારના સેવા રત કર્મચારીઓની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોવાનો એકરાર પત્રમાં વ્યક્ત કર્યો છે. અને જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને જાન્યુ 2020 થી સ્થગિત કરેલું ડી. એ. સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરી છે એટલું જ નહિ મહામંડળ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે 11 ટકા આપ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખી કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપે તો બીજી તરફ મહામંડળ જણાવ્યું છે કે ભારત સરકારના ત્રણ મોંઘવારી ભથ્થા ના હપ્તા પેટે 11 ટકાનો વધારો કર્યો હોવાનો દાવો પણ પત્રમાં વ્યક્ત કર્યો છે.

અને રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે અસહ્ય મોંઘવારીમાં રાજ્ય સરકારના સેવારત કર્મચારીઓને પણ ભારત સરકાર ની જેમ લાભ મળે તેવો નિર્ણય કરવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે રાજ્ય સરકાર લાભ આપવાનો નિર્ણય કરશે તો તેનો સીધો લાભ ગુજરાતના 4.50 લાખ કર્મચારીઓ ઉપરાંત ત્રણ લાખ પેન્શનરોને સીધો લાભ થશે અને આ માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને કર્મચારી મહામંડળ દ્વારા પત્ર લખી અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement