પિકચર અભી બાકી હૈ.....!‘કેજીએફ-2ના ટીઝરને અધધધ 20 કરોડ વ્યુઅર્સ મળ્યા!

17 July 2021 06:39 PM
Entertainment India
  • પિકચર અભી બાકી હૈ.....!‘કેજીએફ-2ના ટીઝરને અધધધ 20 કરોડ વ્યુઅર્સ મળ્યા!

ફિલ્મનાં નિર્દેશક પ્રશાંતે જાહેર કર્યો આંકડો

મુંબઈ: સાઉથની સુપરહીટ ફિલ્મ કેજીએફનાં પહેલા ભાગે હિન્દી વર્ઝનમાં લોકપ્રિયતાનાં શિખરો સર કર્યા હતા. હવે આ ફિલ્મનાં બીજા ભાગનાં ટીઝરે લોકપ્રિયતાનાં નવા રેકોર્ડ તોડયા છે. પીકચર હજુ બાકી છે. ત્યાં ટીઝરને યુ ટયુબમાં અધધધ 20 કરોહ વ્યુઅર્સ મળ્યા છે.

કેજીએફ-2 ની દર્શકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો દેશમાં કોરોનાની બીજી લહેરે આતંક ન મચાવ્યો હોત તો ગઈકાલે એટલે કે 16 મી જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોત પણ ફિલ્મ તો નહિં જ.તેનું ટીઝર રીલીઝ થયુ છે.જેણે એક ઈતિહાસ સર્જયો છે. ફિલ્મનાં નિર્દેશક પ્રશાંત નીલે સોશ્યલ મીડિયામાં જાણકારી શેર કરતા લખ્યુ છે કે ‘કેજીએફ-2’ના ટીઝરને યુ-ટયુબ પર 20 કરોડ વ્યુઅર્સ મળ્યા છે. પ્રશાંતે લખ્યું છે-આપ સૌ ગેંગસ્ટર્સ દિવાના છે.

‘કેજીએફ-2’માં કન્નડ સુપરસ્ટાર યશ લીડ રોલમાં છે. આ ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષાઓની સાથે સાથે હિન્દીમાં પણ રિલીઝ થશે. આ વખતે સંજયદત અધીરાનાં રોલમાં દેખાશે. જયારે રવિના ટંડન એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement