હોય નહિં! ‘ઈન્ડિયન આઈડલ-12’નો ફાઈનલ એપિસોડ અધધધ 12 કલાકનો!

17 July 2021 06:41 PM
Entertainment India
  • હોય નહિં! ‘ઈન્ડિયન આઈડલ-12’નો ફાઈનલ એપિસોડ અધધધ 12 કલાકનો!

અંતિમ એપિસોડને ભવ્ય બનાવવા તૈયારી: હસ્તીઓ અને પૂર્વ ઈન્ડિયન આઈડલ વિજેતાઓ હાજર રહેશે

મુંબઈ: સોની ટીવીનો લોકપ્રિય શો ‘ઈન્ડીયન આઈડલ-12’ હવે ફાઈનલ તરફ ગતિ કરી રહ્યો છે. ત્યારે ગ્રાન્ડ ફિનાલે એપીસોડ અધધધ 12 કલાકનો રહેશે અને ખુબ જ ભવ્ય રહેશે તેવા સમાચારો વહેતા થયા છે.
ઈન્ડીયન આઈડલ-12 સ્પર્ધકોનાં પર્ફોમન્સ અને વિવાદોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે ઈન્ડીયન આઈડલ-12 હવે અંત ભણી જઈ રહ્યો છે અને 15 ઓગસ્ટે શોનો ગ્રાન્ડ ફિનાલે પ્રસારીત થશે.

આશ્ર્ચર્યજનક રીતે એ બાબત બહાર આવી છે કે ઈન્ડીયન આઈડલ 12 નો ફાઈનલ અધધધ 12 કલાકનો રહેશે.શોની ક્રિએટીવ ટીમે દર્શકોને રિઝવવામાં કોઈ કસર નથી છોડી. નિર્માતાઓએ પણ ફાઈનલ જંગને જોરદાર બનાવવા તૈયારી કરી છે. શોના અંતિમ એપિસોડમાં જાણીતી હસ્તીઓ તેમજ આ ટેલેન્ટ શોના અગાઉનાં વિજેતા ઈન્ડીયન આઈડલ બનેલા પણ હાજર રહેશે. ભુતકાળના વિજેતાઓ પોતાની યાદો તાજી કરશે.હવે જોવાનું એ છે કે આ બાર કલાક લાંબા એપિસોડનું અંતિમ સમાપન કેવી રીતે થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement