જન્મ દિને કેટરીનાએ શેર કરેલી તસ્વીર પર લાખો ફેન્સ ફિદા

17 July 2021 06:43 PM
Entertainment India
  • જન્મ દિને કેટરીનાએ શેર કરેલી તસ્વીર પર લાખો ફેન્સ ફિદા

38 વર્ષ પુરા કરી ચુકેલી કેટરીના મેકઅપ વગર ગ્લેમરસ અંદાજમાં

મુંબઈ: બોલીવુડની પોપ્યુલર અને બ્યુટીફુલ કેટરીના કૈફનો 16 મી જુલાઈએ જન્મદિન હતો.કેટરીનાએ 38 વર્ષ પુરા કર્યા છે.આ વયે પણ તેનો ગ્લેમરસનો જાદુ બરકરાર છે. તે તેણે જન્મદિને મેકઅપ વગરની શેર કરેલી તેની તસ્વીર જોતા લાગે છે.

આ તસ્વીર ખુબ જ વાયરલ થઈ છે.તસ્વીરમાં કેટરીના સ્વીમીંગ પુલમાં દેખાય છે. કેમેરા સામે તે સ્માઈલ કરતી જોવા મળે છે. લાલ રંગની બિકીનીમાં કેટરીના બેહદ ખુદસુરત લાગે છે. કેટરીનાનાં બર્થડે પર ફેન્સની સાથે સાથે સેલીબ્રિટીઝે પણ શુભકામનાં પાઠવી છે. જવાબમાં કેટરીનાએ લખ્યુ-બર્થ-ડે પર આટલા પ્રેમ માટે આપ સૌને થેંકયુ કેટલાંક ફેન્સે કેટરીનાની પોસ્ટ પર હાર્ટ શેપની ઈમોજી પણ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે કેટરીનાની પોસ્ટને 15 લાખ જેટલા લોકોએ લાઈક જયારે 24 હજાર લોકોએ કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કેટરીના આગામી ફિલ્મો સુર્યવંશી, ભૂતકાળ, ટાઈગર-3 માં જોવા મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement