જસદણમાં IPS અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતો સંજય પટેલ પોલીસના છટકામાં પકડાયો

18 July 2021 07:41 PM
Rajkot Saurashtra
  • જસદણમાં IPS અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતો સંજય પટેલ પોલીસના છટકામાં પકડાયો

● આરોપી ધંધુકાના ફેદરા ગામનો રહેવાસી, IPS અને RAWનું નકલી આઈકાર્ડ મળી આવ્યું ● પોતે આસામનો IPS અધિકારી હોય, સરકારી કામનું પતાવટ કરતો હોય તેમ કહી લોકોને છેતરતો હતો

રાજકોટઃ
નકલી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી તોડ કરતા કે લોકોની પજવણી કરતા લોકો અગાઉ પણ પકડાયા છે ત્યારે જસદણમાં આઇપીએસ અને ગુપ્તચર સંસ્થા રૉ ના અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતો સંજય પટેલ નામનો શખ્સ પકડાયો છે. આરોપીને પોલીસે લોકઅપમાં ધકેલી દઈ કાયદાનું સાચું ભાન કરાવ્યું છે.

મળતી માહિતી મુજબ, જસદણ-વીંછિયા બાયપાસ રોડ પર એક વ્યક્તિ પોતે આઇપીએસ અને રૉ અધિકારી હોય તેમ કહી લોકો પાસેથી પૈસાનો તોડ કરતો હોવાની અને નકલી કાર્ડ પણ બતાવતો હોવાની માહિતી જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણાને મળી હતી. જેથી પોલીસ સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને સ્થળ પર પહોંચ્યા હતા, બાતમી વાળો શખ્સ જે સ્થળ પર હાજર હોય તેની પૂછપરછ કરી હતી અને આઈકાર્ડ સહિતની ચકાસણી કરતા તે નકલી અધિકારી હોવાનું ખુલ્યું હતું. આરોપીની આગવી ઢબે પૂછપરછ થતા પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને પોતે હાલ વીંછીયાના હડમતીયા અને મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા ગામનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ સંજય ભુપત પટેલ હોવાનું જણાવ્યું હતું, અને લોકોને સરકારી કામોનું પતાવટ કરી આપવાનું કહી છેતરપિંડી કરતો હતો.

પોલીસે આ નકલી અધિકારીની ધરપકડ કરી તેના નકલી આઈકાર્ડ જપ્ત કરી લેવાયા હતા અને શખ્સ સામે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પૂછપરછ શરૂ કરી હતી. કોઈની પાસેથી પૈસાનો તોડ કર્યો છે? કેટલા સમયથી નકલીઅધિકારીની ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરતો હતો? સહિતના પ્રશ્નો સાથે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement