ટીમ ઈન્ડિયાને જીત અપાનવારા ધવને એક જ મેચમાં બનાવ્યા 6 રેકોર્ડ

19 July 2021 10:55 AM
India Sports
  • ટીમ ઈન્ડિયાને જીત અપાનવારા ધવને એક જ મેચમાં બનાવ્યા 6 રેકોર્ડ

કોહલી, ધોની, ગાંગૂલીને પાછળ છોડ્યા: 35 વર્ષે કમાન સંભાળનારો ધવન સૌથી ઉંમરલાયક કેપ્ટન બન્યો

નવીદિલ્હી, તા.19
શિખર ધવનને કેપ્ટન તરીકે જીત સાથે શરૂઆત કરી છે. તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પહેલાં વન-ડેમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું છે. ધવને આ મેચમાં 86 રનની અણનમ ઈનિંગ પણ રમી હતી. આ સાથે જ ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી આગેકૂચ કરી લીધી છે. પ્રવાસ પર ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ રમવાની છે. આ જીત એટલા માટે મહત્ત્વની છે કેમ કે પ્રવાસે યુવા ભારતીયટીમ આવી છે. પહેલાં મેચમાં જ શિખર ધવને 6 મોટા રેકોર્ડ બનાવી લીધા છે.

શીખર ધવને શ્રીલંકા વિરુદ્ધ પોતાના એક હજાર રન પૂરા કરી લીધા છે. તેણે સૌથી ઓછી 17 ઈનિંગમાં આ કારનામું કર્યું છે. દક્ષિણ આફ્રિકાના હાશિમ આમલા (18 ઈનિંગ), ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી (20), ધોની (22) અને વિરાટ કોહલી (24)ને પાછળ છોડી દીધા છે.

કેપ્ટન તરીકે મેચમાં શિખર ધવને અરનમ 86 રનની ઈનિંગ રમી છે. આ રીતે તે ભારતીય કેપ્ટન તરીકે પહેલાં મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબરે છે. આ પહેલાં સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે પોતાના પહેલાં મેચમાં શ્રીલંકા વિરુદ્ધ 110 રન બનાવ્યા હતા. શિખર ધવને વન-ડેમાં 6 હજાર રન પણ પૂરા કરી લીધા છે. તેણે 140મી ઈનિંગમાં આ કારનામું કર્યું છે. વિન્ડિજના પૂર્વ દિગ્ગજ બેટસમેન વિવ રિચડર્સ (141 ઈનિંગ) અને સૌરવ ગાંગૂલી (147 ઈનિંગ)ને પાછળ છોડ્યા છે.

શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં 10 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનારો તે 14મો ભારતીય ખેલાડી છે. સચિન અત્યારે સૌથી વધુ 34357 રન બનાવીને પ્રથમ ક્રમે છે. ધવને ઓપનિંગ બેટસમેન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં 10 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનારો તે માત્ર પાંચમો ભારતીય છે. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા અને સુનિલ ગાવસ્કર તેના પહેલાં આવું કરી ચૂક્યા છે.

ધવને કેપ્ટન તરીકે પહેલાં મેચમાં જીત પણ અપાવી છે. તે ટીમ ઈન્ડિયા વતી વન-ડેમાં કેપ્ટનશીપ કરનારો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો છે. તેને 5 વર્ષ 225 દિવસમાં આ તક મળી છે.


Related News

Loading...
Advertisement