આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિને અનુરૂપ તહેવારો માટે મંજૂરી આપવાનો વિચાર : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

19 July 2021 11:00 AM
Surat Gujarat
  • આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિને અનુરૂપ તહેવારો માટે મંજૂરી આપવાનો વિચાર : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

ગુનેગાર જેલમાંથી છૂટ્યા બાદ રેલી કે સરઘસ કાઢે તો સખત કાર્યવાહી કરાશે

સુરત, તા.19
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગઈકાલે સુરતના મહેમાન બન્યા હતા. 80 લાખના ખર્ચે પાંડેસરા જીઆઇડીસી એસોસિએશનના સહયોગથી બનેલ પાંડેસરા પોલીસ સ્ટેશનનું ખાતમુહુર્ત કર્યું હતું. ખાતમુહુર્તમાં સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ધારાસભ્ય, મેયર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસીયનની સહાયતા થી 80 લાખ ના ખર્ચે પોલીસ સ્ટેશન નું ખાતમુરત કર્યું હતું. પત્રકારોને સંબોધિત કરતા ગૃહ મંત્રી એ જણાવ્યું હતું કે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.ની સહાયતા થી 80 લાખ ના ખર્ચે પોલીસ સ્ટેશન નું નવનિર્માણ કરાયું છે. આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ રાજ્યના જ્ઞાતિ ના લોકો રહે છે.

આ વિસ્તાર ની ઔદ્યોગિક શાંતિ અને સલામતી જોખમાય નહીં અને ગેરપ્રવૃત્તિઓ નહીં થાય તે ધ્યાને લઇ પોલીસ સક્રિયતા થી કામ કરશે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા નું જતન કરવું એ પોલીસ ની જવાબદારી છે. અને જ્યારે કોઈના દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાય ત્યારે પોલીસ પોતાની કામગીરી કરે છે.તે પછી કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ હોય.

રાજ્યમાં દારૂબંધી માટે સરકાર કટિબદ્ધ છે અને જે કાયદો છે તેનો કડક અમલ કરીશું. ગુનેગાર જેલમાંથી છૂટ્યા બાદ રેલી અને સરઘસ કાઢે છે તેઓ પોતે વીડિયો વાયરલ કરાવી ને સમાજમાં નામના મેળવવા આ પ્રકાર નું કાર્ય કરાય છે જે ધ્યાને આવતાં જે તે વિસ્તારના પોલીસ દ્વારા ગુનો નોંધી એક્શન લેવામાં આવે જ છે.આગળ પણ સખત કાર્યવાહી કરાશે. આવું કરવાની હિંમત ફરી ન કરે તે માટે પણ સખત કાર્યવાહી માટે પોલીસ ને સૂચના અપાઈ છે.આગામી દિવસો માં કોરોનાની પરિસ્થિતિ ને અનુરૂપ તહેવારો માટે મંજૂરી આપવાનો વિચાર કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement