મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરાયું ડોકટરો અને નર્સિંગ સ્ટાફનું સન્માન

19 July 2021 01:17 PM
Porbandar
  • મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરાયું ડોકટરો અને નર્સિંગ સ્ટાફનું સન્માન

કોરોનાની બીજી લહેર વખતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર બ્રહ્મસમાજ ના દર્દીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સેવા આપનારા ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ અને કાર્યકર્તાઓનું મોરબી પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગઇકાલે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને તમામ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારે પરશુરામ ધામના ભૂપરભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ જોષી, ધ્યાનેશભાઈ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમનું સફળ સંચાલન અમૂલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement