કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો સાથીદાર અને પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખિલ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી

19 July 2021 09:03 PM
Ahmedabad Gujarat Politics
  • કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો સાથીદાર અને પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખિલ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી

ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવે ટોપી પહેરાવી અને ઈસુદાન ગઢવીએ પુષ્પગુચ્છ આપીને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો

અમદાવાદ:
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો સાથીદાર અને પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખિલ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કેટલાક દિવસોથી અટકળો ચાલતી હતી આજે વિધિવત રીતે યુવા નેતા નિખિલ સવાણી આપમાં જોડાયા છે.


અમદાવાદ ખાતે નિખિલ સવાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, તેમજ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને મનોજભાઈ સહિતના નેતાઓએ ખેડૂતો, યુવાનો તેમજ શિક્ષણ માટે વિપક્ષમા ન હોવા છતાં વિપક્ષમાં બેસીને જે કામ પ્રજા માટે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે તેનાથી પ્રેરાઈ આજે પાર્ટીમાં જોડાયો છું.

આ પહેલા નિખિલ સવાણી ભાજપમાં હતા. ત્યાર બાદ સુરતના ઉદ્યોગપતિ સાથે ઘરોબો ધરાવતા નિખિલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં આવી ગયા અને હાર્દિકની નજીક હોવાથી તેને હોદ્દો પણ મળ્યો હતો. આ દરમિયાન તેને તેની પત્ની ડોનિકાને પણ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ અપાવી હતી, પણ અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડવા પાછળ નિખિલ ફરી પક્ષપલ્ટો કરે એવી શક્યતા સૂત્રોએ ત્યારે વ્યક્ત હતી.

યુથ કોંગ્રેસમાં સભ્ય થવાની 35 વયની મર્યાદા હતી, એ વધારીને 37 સુધીની કરી હતી. જે બાબતે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથના યુવકોનું કહેવું એવું હતું કે ચોક્કસ નેતાઓને સમાવવા 35ને બદલે 37 વર્ષ અથવા 40 વર્ષ કરો, જેથી અન્ય નેતાઓને પણ લાભ મળે. આ બાબતે નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલા દલીલ કરવા માટે ઊભા થતાં ગુલાબસિંહ રાજપૂત જૂથના યુવકો ઉશ્કેરાઇ ગયા. અને તેમની અને નિખિલ સવાણી વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તેણે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement