જસદણ-જામજોધપુર લોકલ એસટી બસ બંધ કરી દેવાતા યાત્રીઓમાં રોષ

20 July 2021 10:56 AM
Jasdan
  • જસદણ-જામજોધપુર લોકલ એસટી બસ બંધ કરી દેવાતા યાત્રીઓમાં રોષ

જસદણ તા.20
જસદણ જામજોધપુર લોકલ એસ ટી બસ બંધ કરી દેતા મુસાફરો મા રોષ ની લાગણી વરસોથી ચાલતી બસ એક જાટકે બંધ કરી દેવામાં આવી. જસદણ એસ ટી ડેપો ની વરસો થી ચાલતી જસદણ થી સવારે સાત ત્રીસે ઉપડતી જસદણ જામજોધપુર લોકલ એસ ટી બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરો મા રોષ ની લાગણી ફેલાઈ ગઈ હતી કયાં કારણ આ બસ બંધ કરવામાં આવી ગોંડલ જેતપુર ઉપલેટા જામજોધપુર જવા માટે આ લોકલ બસ મળતી હતી સવારે આ ગોંડલ તરફ જવા માટે મળતી બસ બંધ થતાં મુસાફરો ને વધુ એક સુવિધા છીનવી લીધી સવારે જવા માટે મળી રહી હોય પણ આ સુવિધા મળતી બંધ થય જસદણ ડેપો મેનેજર ને ફોન કરી ને પુછવા કોશિશ કરી પણ ડેપો મેનેજર ફોન રીસીવ કરયો નહિ વહેલી તકે આ એસ ટી બસ ચાલું કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.


Loading...
Advertisement