કચ્છના અભ્યારણમાંથી ધોરાડ પક્ષીઓ અદ્રશ્ય!

20 July 2021 11:10 AM
kutch Saurashtra
  • કચ્છના અભ્યારણમાંથી ધોરાડ પક્ષીઓ અદ્રશ્ય!

દુર્લભ પક્ષીને બચાવવામાં વનતંત્ર નિષ્ફળ : સાંસદ શકિતસિંહ ગોહિલને મંત્રાલયનો જવાબ

ભૂજ તા.20
અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલા ઘોરાડ અભ્યારણ્યમાં હાલ એક પણ અતિ દુર્લભ ઘોરાડ પક્ષી ન હોવાની કબૂલાત વનવિભાગે કરી છે!. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલયને કરેલા પ્રશ્નોના જવાબમાં પર્યાવરણ વિભાગના મંત્રી અશ્વિની કુમાર ચોબેએ ઉત્તર આપતા લેખિતમાં માત્ર એટલું જ લખ્યું કે,’રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં 1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ એક પણ ઘોરાડ નથી’.ઘોરાડ અભયારણ્યની સ્થાપના સને 1992માં થઇ હતી.જખૌ અને બુડિયાના વિસ્તારને આવરતા 2 કિલોમીટરના વિસ્તારમાં તે સીમિત છે.

નલિયાથી 15 કી.મી અને ભુજથી 110 કી.મી દુર આવેલ આ અભયારણ્યમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં ઘોરાડ પક્ષી અહીં જ જોવા મળતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની 18મી બેઠકમાં રાજ્યમાં માત્ર કચ્છમાં જોવા મળતી અલભ્ય પક્ષીની પ્રજાતિ ઘોરાડ અને ખડમોર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રીડીંગ સેન્ટર પી.પી.પી ધોરણે ઉભું કરવા ડી.પી.આર,સ્થળ નિયત અને સર્વે ત્વરીતે હાથ ધરવા વનવિભાગને સૂચન કર્યું હતું.

આ સાથે ખાસ કરીને કચ્છમાં ઘોરાડ પક્ષીને આડેધડ ઉભા કરાયેલા હાઈટેંશન વીજવાયરોથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવા હેતુસર વીજલાઇન અંડરગ્રાઉન્ડની સંભાવના ચકાસવા પણ જણાવ્યું હતું.

આ અંગે ગુજરાત રાજ્ય વનવિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદરે સ્વીકાર્યું હતું કે હાલ અભ્યારણ્યમાં એક પણ ઘોરાડ પક્ષી દેખાયા નથી. ઘોરાડ વૈશ્વિક દ્રષ્ટિએ દુર્લભ પક્ષી છે અને ક્ચ્છનું ગૌરવ છે.હાલ જયારે તેઓ દુનિયામાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે અને તેનું સંરક્ષણ થવું જોઈએ તેમ શક્તિસિન્હ ગોહિલે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement