જસદણમાં સેવા ચેરી. ટ્રસ્ટની બેઠક યોજાઇ

20 July 2021 11:49 AM
Jasdan
  • જસદણમાં સેવા ચેરી. ટ્રસ્ટની બેઠક યોજાઇ

આરોગ્ય અને શિક્ષણલક્ષી કાર્યો માટેની વિચારણા કરવામાં આવી : હોદેદારોની વરણી

જસદણ તા.20
માત્ર કોરોના કાળ પૂરતી જ સક્રિય કરાયેલ સંસ્થાના લોક ઉપયોગી સેવાકાર્યને કાયમી ધોરણે શરૂ રાખી વધુ વેગવંતુ બનાવવા માટે તાજેતરમાં જસદણ શહેરના સેવાભાવી આગેવાનો દ્વરા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના નામે ટ્રસ્ટની માન્યતા મેળવી સર્વાનુમતે પ્રમુખપદે મેહુલભાઈ સંઘવી, ઉપપ્રમુખપદે વલ્લભભાઈ જીંજુવાડીયા, ખજાનચીપદે હર્ષાબેન ચાવડા, મહામંત્રીપદે હસમુખભાઈ મકવાણા, મંત્રીપદે રમેશભાઈ જેસાણી, સહમંત્રીપદે અશોકભાઈ ઠકરાળ, ક્ધવીનરપદે હર્ષદભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી પદે હિતેષભાઈ જોષી, હરેશકુમાર શેઠ, પુનમબેન ઠકરાળ, ડિમ્પલબેન સંઘવી, સલાહકાર સમિતિના સભ્યપદે પ્રકાશભાઈ પ્રજાપતી, સુરેશભાઈ ધોળકીયા, દિલીપભાઈ બલભદ્ર, પ્રમોદરાય મહેતા, આયોજન સમિતિના સભ્યપદે વિજયભાઈ રાઠોડ, પ્રવિણભાઈ ચોલેરા, અને ગિતેશભાઈ અંબાણી સહિતના આગેવાની વરણી કરી વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણને ટ્રસ્ટની માન્યતા મળ્યા બાદ ટ્રસ્ટના સભ્યોની પ્રથમ મિટીંગ રવિવારના રોજ એસ.પ્લાનીંગ ખાતે યોજવામાં આવી હતી જેમાં સ્વામી જીતાત્માનંદજીના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરાવી અને આશીર્વચન મેળવી કાર્યક્રમ અને મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ લોકડાઉનના પ્રથમ દિવસથી અત્યાર સુધીના સંસ્થા દ્રારા કરવામાં આવેલ વિવિધ પ્રકારના સેવાકાર્યની વિસ્તૃત જાણકારી આપી હતી અને આગામી સમયમાં પણ લોક ઉપયોગી આરોગ્ય લક્ષી તેમજ શૈક્ષણીક કાર્યો કરવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ટ્રસ્ટી હરેશભાઈ શેઠ તેમજ પ્રમોદરાય મહેતાએ પ્રાંસગીક ઉદ્દબોધન સાથે સંસ્થાના કાર્યો અંગેની માહિતી આપી હતી. સ્વાગત પ્રવચન અને સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિએ અને આભારવિધિ હસમુખભાઈ મકવાણા ક0રી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેષભાઈ જોષી, રમેશભાઈ જેસાણી તેમજ સુરેશભાઈ ધોળકીયાએ કર્યું હતું. જસદણ શહેરમાં લોકડાઉન 1 ના પ્રથમ દિવસથી કોરોનાગ્રસ્ત દર્દીઓ , અન્ય દર્દીઓને તેમજ જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવા માટે નિસ્વાર્થ સેવા સમિતિ જસદણના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજે પણ પ્રજવલિત છે.

સંસ્થાના દ્વારા પ્રસંશનીય સેવાકાર્ય કરી જસદણ શહેર અને પંથકના અનેક દર્દીઓ તેમજ અનેક જરૂરીયાતમંદ પરિવારોને માનવતાના ધોરણે મદદરૂપ થવા માટે નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણએ નોંધપાત્ર સેવાકાર્ય કરી સારી લોકચાહના હાંસલ કરી વિવિધ સંસ્થાઓ તરફથી વિશિષ્ટ સેવા સન્માન પત્રો મેળવ્યા છે.


Loading...
Advertisement