ગોંડલ માર્કેટ યાર્ડની તા.13 ઓકટો.ના ચૂંટણી

20 July 2021 12:14 PM
Gondal
  • ગોંડલ માર્કેટ યાર્ડની તા.13 ઓકટો.ના ચૂંટણી

ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ થતા ગરમાવો

ગોંડલ તા.20
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી ઓક્ટોબર માસની 13 તારીખે યોજાનાર છે જે માટે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક દ્વારા સુચના પત્ર જાહેર કરાયું છે તેમાં ઉમેદવારી ફોર્મ તા.30 સપ્ટેમ્બર, ફોર્મ તપાસવાની તારીખ 1 ઓક્ટોબર, ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ 4 ઓક્ટોબર, મતદાન તા.13 ઓક્ટોબર અને મતગણતરી તારીખ 14 ઓક્ટોબરના યોજાનાર છે ઉપરોક્ત તમામ કાર્યવાહી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ખાતે યોજાશે ચૂંટણી કરવા ના સભ્યો ની સંખ્યા ખેડુત મત વિભાગ માં 10 વેપારી મત વિભાગ માં ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગ માં 2 છે, આ ઉપરાંત ખેડૂત મતદારો 650 ખરીદ વેચાણ સંઘ ના મતદારો 95 અને વેપારી વિભાગના 1050 મતદારો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્તમાન કમિટી દ્વારા વર્ષ 1994થી ચાલતા જમીન સંપાદન અંગે ના કેસમાં ખેડૂતોને વળતર પેટે રૂ 14.50 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, મરચામાં લાગેલી આગથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતર પેટે રૂપિયા 77 લાખની ચૂકવણી કરાઈ છે, ખેડૂતોની અકસ્માતે મૃત્યુ વીમા પોલિસી છ માસથી બંધ હોય રૂપિયા 62 લાખના ખર્ચે વીમા પોલિસી ફરી ચાલુ કરવામાં આવી હતી, આગલુ વર્ષ નબળુ હોવા છતાં માર્કેટ ફી વસૂલાતના અસરકારક કામગીરી દ્વારા સારા વર્ષે જેટલી જ વસુલાત કરાઈ હતી, માર્કેટિંગ યાર્ડમાં સઘન મોનીટરીંગ દ્વારા ચોરીના દૂષણને પર કાબુ મેળવવામાં આવેલો છે. જેથી માલ ચોરીનો દુષણ નાબુદ થયું છે, જમીન સંપાદન વળતર ચુકવણી ને પહોંચી વળવા શાકભાજી સબયાર્ડમાં 30 દુકાનોની હરાજી થી ફાળવણી કરીને તેમજ ફાજલ બિનઉપયોગી જગ્યાને ગોડાઉન હેતુ માટે ફાળવવી ને આશરે રૂપિયા 8 કરોડની ઉપજ કરેલ હતી, કપાસ તથા મરચાંનો આગ અકસ્માત સામે 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે, નવા માર્કેટિંગ યાર્ડ ના ઓક્શન શેડ નંબર એકનું રૂપિયા 30 લાખના ખર્ચે રિનોવેશન કરાયું હોવાનું યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ની યાદીમાં જણાવાયું હતું.


Loading...
Advertisement