ભચાઉમાં દારુ ઝડપાયો: આરોપીની ધરપકડ

20 July 2021 01:07 PM
kutch
  • ભચાઉમાં દારુ ઝડપાયો: આરોપીની ધરપકડ

ભચાઉ તા.20
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તરફથી દારુ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે તા.19 દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટર જી.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટરની ખાનગી બાતમી હકીકત મળેલ કે ભચાઉ ટાઉનમાં હિંમતપુરા વિસ્તારનો ફારુક ઉર્ફે ડાડા જુમાભાઈ લુહાર તેના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય દારુ રાખી વેપાર કરે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં ગેરકાયદેસર દારુ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ફારુક ઉર્ફે ડાડો જુમાભાઈ લુહાર (ઉ.24, રહે. પટેલ પાર્ક નાળા પાસે, હિંમતપુરા, ભચાઉ) નામના આરોપી ઝડપાયો છે. કુલ રૂા.1,13,800નો મુદામાલ ઝડપાયો હતો. આ કામગીરમાં પોલીસ ઈન્સ્પેકટર જી.એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન સાથે રહી કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement