વીરપુરમાં રાજપૂત સમાજના મોભી સ્વ.મનસુખભાઇ મકવાણાની પ્રાર્થના સભા યોજાઇ

20 July 2021 01:14 PM
Gondal
  • વીરપુરમાં રાજપૂત સમાજના મોભી સ્વ.મનસુખભાઇ મકવાણાની પ્રાર્થના સભા યોજાઇ

સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મોભી અને દાનવીર સ્વ.મનસુખભાઈ મકવાણા (રિટાયર્ડ એ.આર.ટી.ઓ- અમદાવાદ)નું તાજેતરમા અવસાન થયું હતું તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે શ્રી ખાંટ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા વીરપુર જલારામ મુકામે આવેલ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે એક પ્રાર્થના સભા યોજાય હતી જેમાં સ્વ.મનસુખભાઈ મકવાણાને સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણી, યુવાનો,વડીલો વગેરે બહોળી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.


Loading...
Advertisement