શર્લીન ચોપડાએ રાજ કુંદ્રાની 15 થી 20 પોર્ન ફિલ્મમાં કામ કર્યુ છે : નવો ધડાકો

20 July 2021 04:45 PM
Entertainment
  • શર્લીન ચોપડાએ રાજ કુંદ્રાની 15 થી 20 પોર્ન ફિલ્મમાં કામ કર્યુ છે : નવો ધડાકો

બોલીવુડમાં સ્કીન શો માટે જાણીતી અને સોફટ પોર્નમાં નજરે ચડતી શર્લીન ઉપરાંત પૂનમ પાંડેનું પણ કુંદ્રા કનેકશન

ફિલ્મમાં કામ કરવા આવતી અનેક યુવતીઓ માટે કુંદ્રા ગોડફાધર બનવાની લાલચ આપી એડલ્ટ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં ખેંચી જતો હતો

મુંબઇ તા.20
બોલીવુડમાં એક સમયે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ડ્રગ કનેકશન એક બાદ એક બહાર આવવા લાગ્યા હતા અને સમગ્ર બોલીવુડમાં અનેક ટોચના સેલીબ્રીટીઓ પણ ડ્રગકાંડમાં સંડોવાયા હોવાના અહેવાલ મળ્યા બાદ ટોચની અભિનેત્રી દિપીકા પાદુકોણના ફોનની પણ ફોરેન્સીક તપાસ થઇ હતી. પરંતુ સદનસીબે આ ડ્રગકાંડ અટકી ગયુ પણ હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને આઇપીએલ સટ્ટાકાંડથી મશહુર રાજ કુંદ્રાનું જે પોર્ન રેકેટ બહાર આવ્યુ છે

તેમાં પણ બોલીવુડના કનેકશનના ધડાકા થઇ રહ્યા છે અને મુંબઇ પોલીસ તેના આધારે બોલીવુડની અનેક બી ગ્રેડની કે ફિલ્મ કરતા સ્કીન શોમાં જાણીતી અભિનેત્રીઓની પુછપરછ શરૂ કરી છે અને સંભવત: તેમની ધરપકડ પણ થઇ શકે છે. બોલીવુડમાં અનેક પ્રકારના રેકેટ ચાલે છે તો પ્રથમ વખત પોર્નોગ્રાફી રેકેટ બહાર આવ્યુ છે અને તેમાં પણ રાજ કુંદ્રા જેવાની સંડોવણીએ બોલીવુડમાં કેટલી ગંદકી છે તે પણ નિશ્ર્ચિત કર્યુ છે.

શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી તરીકે સફળતા મેળવ્યા બાદ ખોવાઇ ગઇ હતી પરંતુ બ્રિટનમાં બીગબોસ જેવા કાર્યક્રમમાં તેની સામે જે રંગભેદ્દી ટીપ્પણી થઇ અને ઓનસ્ક્રીન આંસુ સાર્યા તે બાદ સેલીબ્રીટી બની છે અને રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા બાદ આઇપીએલમાં પણ તે એકશનમાં હતી. બીજી તરફ રાજ કુંદ્રા બોલીવુડમાં મોટુ પોર્નોગ્રાફી રેકેટ ચલાવતો હોવાનો ધડાકો થયા બાદ હવે બે અભિનેત્રી પૂનમ પાંડે અને શર્લિન ચોપડાના નામ પણ ખુલ્યા છે અને મુંબઇ પોલીસે બંનેની પુછપરછ કરી તેમાં પણ રાજ કુંદ્રાએ તેમને એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખેંચી ગયા હોવાનો ધડાકો થયો છે અને પોલીસે પૂરતા પૂરાવા મેળવીને જ ગઇકાલે રાત્રે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.

આ બંને અભિનેત્રી સોફટ પોર્ન કેસમાં તો સંડોવાય જ હતી અનેક મેગેઝીનમાં તેની તસવીરો ચર્ચાસ્પદ બની હતી પણ હવે હાર્ડ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેમની સંડોવણી ખુલી છે અને બંનેએ કબુલ્યુ છે કે તેઓ રાજ કુંદ્રા પાસેથી દરેક પ્રોજેકટ દીઠ મોટા નાણા મેળવતી હતી. શર્લીન ચોપડાએ સ્વીકાર્યુ કે પોર્ન ફિલ્મના એક પ્રોજેકટ માટે રાજ કુંદ્રા તેને રૂા.30 લાખ ચુકવતો હતો અને અત્યાર સુધીમાં તેણે કુંદ્રા સાથે આ પ્રકારે 15 થી 20 પ્રોજેકટ કર્યા છે.

પૂનમ પાંડે પણ રાજ કુંદ્રાની ફર્મ આર્મ્સપ્રાઇમ મીડિયા સાથે સંકળાયેલી છે અને તે ફર્મ અનેક પ્રકારના આવા પ્રોજેકટ કરે છે અને ખાસ કરીને એડલ્ટ એપમાં તે કામ કરતી હોવાનું માનવામાં આવે છે. જો કે પૂનમે અગાઉ રાજ કુંદ્રા સામે જ ગત વર્ષે ફરિયાદ નોંધાવી હતી અને એવુ કહ્યું હતું કે કેટલાક કન્ટેઇન્ટનો ગેર કાનૂની રીતે ઉપયોગ કરે છે અને તેનો કોન્ટ્રાકટ ટર્મીનેટ પણ કરાયો હતો. બોલીવુડમાં અભિનેત્રી તરીકે આવેલી પણ ફલોપ ગયેલી અનેક ગર્લ્સની સંડોવણી પણ કુંદ્રાના પ્રોજેકટમાં હોવાનું માનવામાં આવે છે અને મુંબઇ પોલીસ તેની ઓળખ મેળવી રહી છે.

રાજ કુંદ્રાનું પોર્ન સ્ટાર બીકમ એકટર્સ પોસ્ટ હવે વાયરલ થયુ
રાજ કુંદ્રા પહેલેથી જ પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રસ ધરાવતો હતો તે ખુલ્લુ થયુ છે અને કદાચ શિલ્પા શેટ્ટી પણ તે જાણતી હોવાનું મુંબઇ પોલીસ માને છે અને તેની પણ પુછપરછ થઇ શકે છે. આ અગાઉ સોશ્યલ મીડિયામાં રાજ કુંદ્રાનું એક ટવીટ પોર્ન વર્સીસ પ્રોસ્ટીટયુશન હવે વાયરલ થયુ છે.

જેમાં તેણે કહ્યું છે કે શા માટે કોઇ કેમેરા સામે સેકસના નાણા મેળવે તો તે લીગલ નથી તેનો ઇરાદો જે રૂપજીવીનીઓ નાણા માટે પોતાનો દેહ વેચે છે તો અન્ય કેમેરા સામે વેચે છે બંનેમાં નાણા જ મેળવવાના હોય છો તો એક ગેરકાનૂની શા માટે તેવી દલીલ કરી હતી. ઉપરાંત તેણે એવુ પણ ટવીટ કર્યુ હતું કે ભારતીય એકટર ક્રિકેટ રમે છે, ક્રિકેટર રાજકારણ ખેલે છે અને રાજકીય નેતાઓ પોર્ન જોવે છે અને પોર્ન સ્ટાર એકટર બને છે તેનો ઇશારો સની લીયોન ભણી હતો.

ફિલ્મોમા કામની લાલચ આપી મોડલો પાસે કરાવાતું હતું પોર્ન વીડીયોમાં કામ
કુંદ્રાના ગોરખ ધંધા
મુંબઇ
રાજકુંદ્રાની ટીમ ભારતમાં પોર્ન વીડીયોના ગોરખ ધંધા કરતી હતી. ખરેખર તો કુંદ્રાના બ્રિટનમાં રહેતા ભાઇએ કેન્દ્રીય નામની કંપની બનાવી છે. જે પોર્ન ફિલ્મો દેખાડે છે.ફિલ્મોના વીડીયો ભારતમાં શુટ કરવામાં આવતા હતા અને વી ટ્ર્રાન્સફરથી વિદેશ મોકલાતા હતા. આ કંપનીનું આજે વિદેશમાં રજીસ્ટ્રેશન એટલા માટે કરાવ્યું હતું.

જેથી સાઇબર લો થી બચી શકાય. આફિલ્મોને પેઇડ મોબાઇલ એપ પર રજુ કરાતી હતી. આ ગોરખ ધંધાનો એવો ચોંકાવનારો ખુલાસો થયોછે કે, હોટલો અને ઘરો ભાડે લઇ તેમાં પોર્ન ફિલ્મોનું શુટીંગ કરાતું હતુું. મોડેલ્સને કામ અપાવવાના બહાને આ અશ્લિીલ ફિલ્મોમાં કામ કરાવાતું હતું. તપાસમાં એવી પણ સનસનીઓની વિગતો બહાર આવી છે કે,યુવતીઓને મોટી ફિલ્મોમાં કામ આપવાની લાલચે જબરદસ્તથી અશ્લીલ ફિલ્મોમાં કામ કરાવાતું હતું.


Related News

Loading...
Advertisement