અમેરિકનો પાસે કાર છે, રહેવા માટે ‘છત’નથી: કોરોનાથી અર્થતંત્ર ખરાબ થયું, મોંઘવારી ભડકી, લાખો લોકો બેઘર બન્યા

20 July 2021 04:48 PM
India World
  • અમેરિકનો પાસે કાર છે, રહેવા માટે ‘છત’નથી: કોરોનાથી અર્થતંત્ર ખરાબ થયું, મોંઘવારી ભડકી, લાખો લોકો બેઘર બન્યા

અર્થવ્યવસ્થા ખોરવાતા પોતાનું જીવન ગાડીમાં જીવવા મજબુર અમેરિકનો

દિલ્હી,તા.20
કોરોના રોગચાળાને કારણે બગડતી અર્થવ્યવસ્થાએ ગરીબ અમેરિકાની છત છીનવી લીધી છે. સરકારી અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ઓછું વેતન મેળવનારા સ્યાયી નોકરીઓ ધરાવતા લોકોને પુરા અમેરીકામાં કયાંય પણ ભાડે બે રૂમ વાળું ઘર લઇ શકતા નથી.

અમેરીકી સરકારે નેશનલ લો ઇન્કમ હાઉસીંગ કોલીજનએ સોમવારે એક રિપોર્ટ બહાર પાડયો હતો.જેમાં જાણવા મળ્યું કે લોકો આઠ કલાક સ્થાયી નોકરી કરે છે અને ઓછામાં ઓછું વેતન મેળવે છે.તેવા લોકો પણ અમેરીકાના દરેક રાજયમાં એક રૂમવાળું ઘર ભાડે લેવાની સ્થિતિમાં નથી.

અમેરીકાની7 ટકા કાઉન્ટી એવી છ.જયા એ આવા લોકોને સસ્તા ભાડા સાથે ઘર રાખી શકે એટલે કે દેશની 3000થી વધુ કાઉન્ટીમાંથી માત્ર 218 કાઉાન્ટીઓમાંથી તેઓ સસ્તા ભાડાવાળા ઘર શોધી શકે છે. યુએસ હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના સચિવ મર્ત્સયા એલ ફોજનું કહેવું છે કે આ રકમ એટલી વધારેછે કે વરિષ્ઠ નાગરીકો,અપંગ, અશ્વેત, લેટીન સમુદાયો માટે આટલું ભાડુ વસુલવું અત્યંત મુશ્કેલ છે.

અહીં લગભગ 75 લાખ ઓછી આવક ધરાવતા લોકોએ અડધો પગાર ભાડા માટે ખર્ચ કરવો પડે છે.આના કારણે કોરોનાની પ્રથમ તરંગ દરમિયાન 5.8 લાખ બેઘર બન્યા છે. અમેરીકામાં નોંધપાત્ર સંખ્યામાં લોકો ગરીબ છે. જેમની પાસે કાર છે. પણ મકાન નથી.તેઓ મોંઘુ ભાડુ ચુકવવા અસમર્થ છે. તેથી તે લોકો તેમની કારમાં જ વસ્તુઓ ભરે છે. અને કારમાંજ સુઇ જાય છે. અમેરીકાની આવી તસવીરો દુનિયાને આશ્ચર્યચકિત કરે છે.


Related News

Loading...
Advertisement