આજે સાંજે 6:30 વાગ્યે અંતરિક્ષમાં ઉડાન ભરશે બેજોસ: રોકેટ-કેપ્સુલ તૈયાર: ચાર મુસાફરો સાથે જશે

20 July 2021 06:13 PM
India World
  • આજે સાંજે 6:30 વાગ્યે અંતરિક્ષમાં ઉડાન ભરશે બેજોસ: રોકેટ-કેપ્સુલ તૈયાર: ચાર મુસાફરો સાથે જશે

સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનેટ બેજોસ સાથે જશે: બેજોસ સહિતના મુસાફરો કેપ્સુલમાં બેસશે

નવીદિલ્હી, 20
અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સ્પેસફ્લાઈટ કંપની બ્લૂ ઓરિજને કહ્યું કે તે પોતાની પહેલી હ્યુમન સ્પેસફ્લાઈટ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ફ્લાઈટમાં જેફ બેજોસ સહિત ચાર મુસાફરો હશે જે પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઉપર કારમન લાઈન સુધી જશે અને સુરક્ષિત વાપસી કરશે.

એક સપ્તાહ પહેલાં 11 જૂલાઈએ બ્રિટિશ અબજપતિ રિચર્ડ બ્રેન્સનના વર્જિન સ્પેસ શિપ (વીએસએસ) યુનિટી સ્પેસપ્લેનની ફ્લાઈટ સફળ રહી હતી. તે 85 કિલોમીટર સુધી ગયા હતા. હવે બેજોસ આજે સ્પેસમાં જઈ રહ્યા છે. નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર ઉપર પગ રાખ્યાના બાવન વર્ષ બાદ આ ઘટના બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે બ્રેન્સનની સાથે ભારતીય મુળના સિરિશા બાંદલા ગયા હતા જ્યારે બેજોસનું ન્યુ શેપર્ડ રોકેટ બનાવનારી એન્જિનિયરોની ટીમમાં મહારાષ્ટ્રના કલ્યાણની 30 વર્ષીય સંજલ ગવાંડે પણ સામેલ હતી.

બધાને એમ લાગતું હશે કે વાયુમંડલ જ્યાં ખતમથાય છે ત્યાંથી અંતરિક્ષ શરૂ થઈ જાય છે પણ આવું નથી. વાયુમંડલ તો ધરતીથી અંદાજે 10 હજાર કિલોમીટર ઉપર સુધી છે પરંતુ એ પણ અંતિમ સત્ય નથી. જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ હવા ખતમ થતી જશે અને આ હવા ક્યાં ખતમ થઈ ગઈ તેની સચોટ ભાળ મેળવવી કપરી છે.

દરમિયાન બેજોસની ફ્લાઈટ 10-12ની સબઑર્બિટલ ફ્લાઈટ હશે મતલબ કે તે પૃથ્વીની કક્ષામાં જનારી નથી. બેજોસની બ્લુ ઓરિજિન કંપનીનું વિમાન આજે સાંજે 6:30 વાગ્યે ઉડાન ભરશે. યાત્રિકોએ આજે સાંજે 6:30 વાગ્યે ફ્લાઈટ લોન્ચ થાય તેની 45 મિનિટ પહેલાં પહોંચી જવાનું રહેશે. ક્રૂએ મિશન માટે 48 કલાકની ટ્રેનિંગ લીધી છે જે સારી રહી છે. કર્મચારી પણ આઠ-આઠ કલાકની બે દિવસની ટ્રેનિંગ કરી ચૂક્યા છે. આ ટ્રેનિંગ ટિકિટ ખરીદનાર તમામ ગ્રાહકો માટે જરૂરી હશે. રોકેટની સાથે એક કેપ્સુલ હશે જેમાં બેજોસ સાથે તેના ભાઈ માર્ક, 82 વર્ષીય વૈલી ફન્ક અને 18 વર્ષીય ઓલિવર ડેમેન પણ હશે.

આ ફ્લાઈટ બાદ ફન્ક સૌથી વૃદ્ધ અને ડેમેન સૌથી યુવા એસ્ટ્રોનેટ બની જશે. અંદાજે ત્રણ મિનિટની ફ્લાટ બાદ બ્લુ ઓરિજિનના ન્યુ શેપર્ડ રોકેયથી બેજોસનું કેપ્સુલ અલગ થશે અને અંતરિક્ષમાં આગળ વધશે. અંદાજે ચાર મિનિટ ઉડાન ભર્યા બાદ આ 100 કિલોમીટર ઉપર મતલબ કે કારમન લાઈનને પાર કરશે. આ દરમિયાન યાત્રિકોને વજનવિહોણા હોવાનો અનુભવ થશે અને કેપ્સુલ જમીન પર પરત ફરવાની શરૂઆત કરશે. અંદાજે 10-12 મિનિટની ફ્લાઈટ બાદ કેપ્સુલ પેરાશૂટની મદદથી રણમાં ઉતરશે. આ દરમિયાન રોકેટ પણ ધરતી ઉપર પરત ફરી જશે. રોકેટ અને કેપ્સુલનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.


Related News

Loading...
Advertisement