મણીપુર કોંગ્રેસમાં ભડકો : પ્રદેશ અધ્યક્ષે પદ છોડ્યુ, 8 ધારાસભ્ય ભાજપ ભણી

20 July 2021 06:33 PM
India Politics
  • મણીપુર કોંગ્રેસમાં ભડકો : પ્રદેશ અધ્યક્ષે પદ છોડ્યુ, 8 ધારાસભ્ય ભાજપ ભણી

આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પુર્વે જ કોંગ્રેસની કરોડરજ્જૂ તૂટી

પ્રમુખ ગોવિંદદાસ કોંથૌજમ સતત છ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે

મણિપુર, તા.20
મણીપુરમાં આગામી વર્ષે જ વિધાનસભાની ચૂંટણી થનાર છે. એ પુર્વે નેશનલ પાર્ટી કોંગ્રેસને જબરો ફટકો લાગ્યો છે. એક રીતે કહીએ તો મણીપુરમાં કોંગ્રેસની કરોડરજૂ સમાન પ્રદેશ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ ધરી દીધુ છે. તેઓ ભાજપમાં જોડાવવાના હોવાનું કહેવાય છે. સાથે એક વાત એવી પણ છે કે, ગોવિંદદાસ કોંથૌજમની સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યો પણ ભાજપનો કેંસરિયો ખેંસ ધારણ કરવાની તૈયારીમાં છે.

રાષ્ટ્રીય સ્તરે સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસની હાલત દિવસેને દિવસે નાજુક બનતી જાય છે. એકસમયે મણીપુર કોંગ્રેસનો ગઢ મનાતુ હતુ. પણ હવે અહીં પણ ધીમે ધીમે કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા છે. મણીપુરના પ્રદેશ અધ્યક્ષ અને છેલ્લા છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ગોવિંદદાસ કોંથૌજમે અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યુ છે. પાર્ટી પ્રત્યેની તેમની નારાજગી સપાટી ઉપર આવી છે.

મણીપુરમાં કોંગ્રેસના ધરોહર મનાતા ગોવિંદદાસે પદ પરથી રાજીનામુ આપતા જ પાર્ટીમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજીબાજુ એક ચર્ચા એવી છે કે, કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપનો ખેંસ પહેરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પાળી ઉપર બેઠા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસની છાવણીમાં કુદકો મારી દે તો નવાઇ નહીં રહે.

નોંધનીય છે કે, આગામી વર્ષે જનાર વિધાનસભાની ચૂંટણી પુર્વે જ કોંગ્રેસમાં ભડકો થયો છે. તો સામે ભાજપે તાજેતરમાં જ મણીપુરના પ્રદેશ અધ્યક્ષ તરીકે શારદા દેવીને જવાબદારી સોંપી છે. શારદા દેવી પહેલા અધ્યક્ષ રહેલા એસ.ટિકેંદ્રસિંહનું કોરોનાથી અવસાન થયા બાદ તેમની જગ્યાએ શારદા દેવીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામા આવ્યા છે.


Related News

Loading...
Advertisement