પેગાસસ મુદ્દે કોંગ્રેસ કરશે હલ્લાબોલ: આવતીકાલે દરેક રાજયોમાં પ્રેસ કોન્ફરન્સ

20 July 2021 06:59 PM
India Politics
  • પેગાસસ મુદ્દે કોંગ્રેસ કરશે હલ્લાબોલ: આવતીકાલે દરેક રાજયોમાં પ્રેસ કોન્ફરન્સ

22મી જુલાઈએ દરેક રાજભવન સુધી વિરોધ માર્ચ નીકળશે : પેગાસસ જાસુસી મામલામાં વડાપ્રધાનની ભુમિકાની તપાસની કોંગ્રેસની માંગ

નવી દિલ્હી તા.20
પેગાસસ જાસુસી કેસમાં કોંગ્રેસ હવે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે પેગાસસનો ઉપયોગ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, અન્ય અનેક વિપક્ષી નેતાઓ, મીડીયા સમુહો અને અલગ અલગ ક્ષેત્રોનાં મુખ્ય લોકોની જાસુસી કરાવી હતી.

આ મામલે કોંગ્રેસ તા.21 મી જુલાઈએ રાજયોમાં પ્રેસ કોન્ફરન્સ અને તા.22 મી જુલાઈએ દરેક રાજભવન સુધી વિરોધ માર્ચ કાઢશે. કોંગ્રેસ નેતા મલ્લીકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે જો આ બધુ ખોટુ હોય તો માનહાનીનો કેસ કરો.ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે જાસુસી કરવી અને ડરાવવુ આ સરકારનું કામ છે. જયારે કોંગ્રેસનાં સંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદો છે અને આપણે સમાન વિચારવાળા લોકો સાથે ચર્ચા કરવી પડશે.

આ બંધારણની અધિકારની વિરૂધ્ધ છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે આ મામલામાં વડાપ્રધાન મોદીની ભુમિકાની પણ તપાસ થવી જોઈએ. કોંગ્રેસ નેતા સુરજેવાલેએ સવાલ કર્યો હતો કે મોદીજી આપ રાહુલ ગાંધીના ફોનની જાસુસી કરાવી કયા આતંકવાદ સામે લડી રહ્યા હતા? આપ મીડીયા સમુહ અને ચૂંટણી પંચની જાસુસી કરાવી કયા આતંકવાદી સાથે લડી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement