હું નથી માનતી કે રાજજી આવુ કંઈ કરે: કુંદ્રાના સમર્થનમાં આવી રાખી સાવંત

21 July 2021 11:34 AM
Entertainment
  • હું નથી માનતી કે રાજજી આવુ કંઈ કરે: કુંદ્રાના સમર્થનમાં આવી રાખી સાવંત

પોર્ન રેકેટમાં રાજકુંદ્રાના બચાવમાં કેટલાંક બોલીવુડ કલાકારો : પૂનમ પાંડે અને મિકાસિંહે પણ રાજનો બચાવ કર્યો

મુંબઈ તા.21
બોલીવુડ એકટે્રસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ રેકેટનાં મામલે ધરપકડ થતા બોલીવુડના કેટલાંક કલાકારો રાજકુંદ્રાના બચાવમાં આવ્યા છે.બોલીવુડની આખાબોલી એકટ્રેસ રાખી સાવંતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે દોસ્તો આપને એવુ નથી લાગતુ કે શિલ્પાજીએ બોલીવુડમાં આટલી સખ્ત મહેનત કરી છે અને કોઈ તેનું નામ ખરાબ કરવાની કોશીશ કરી રહ્યું છે.

હું નથી માની શકતી કે રાજ કુંદ્રાજીએ આવું કંઈ કર્યુ હોય એક ઈન્સ્ટ્રાગ્રામ વિડીયોમાં રાખી સાવંત કહે છે કે રાજ એક બિઝનેસમેન છે. તેને કોઈ બ્લેકમેલ કરવાની કોશીશ કરી રહ્યું છે. રાખી કહે છે કે અરે શરમ કરો, તેમનો એક હસતો ખેલતો પરિવાર છે. રાખીની સાથે સાથે બોલ્ડ મોડેલ એકટ્રેસ પુનમ પાંડેએ પોતાની પ્રતિક્રિયામાં શિલ્પાશેટ્ટી પ્રત્યે સહાનુભુતિ દર્શાવી છે.

પૂનમે જણાવ્યું હતું કે મારૂ દિલ શિલ્પાશેટ્ટી અને તેના બાળકો માટે દુ:ખી છે. પુનમ કહે છે કે હા, મેં 2019 માં રાજકુંદ્રા સામે પોલીસમાં ફરીયાદ કરી હતી અને તેની સામે ચોરી અને ફ્રોડ બદલ કોર્ટમાં કેસ કરેલો. રાજકુંદ્રાની ધણપકડને લઈને પોપ સીંગર મિકાસિંહે પણ રિએકશન આપ્યું છે મીકાએ મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ એક ખુબ સારા માણસ છે. જોઈએ સાચું શું છે, ખોટુ શું છે એ તો એ ખુદ જ બતાવી શકે.


Related News

Loading...
Advertisement