સ્ટાર્કની ઘાતક બોલિંગ: ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં વિન્ડિઝને 133 રને હરાવ્યું

21 July 2021 11:42 AM
Sports
  • સ્ટાર્કની ઘાતક બોલિંગ: ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં વિન્ડિઝને 133 રને હરાવ્યું

સ્ટાર્કે 5, હેઝલવૂડને 3 વિકેટ ખેડવી વિન્ડિઝને કરી નાખી ધ્વસ્ત

નવીદિલ્હી, તા.21
મીચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની ઘાતક બોલિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ પહેલાં વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 133 રન (ડકવર્થ લુઈસ)થી હરાવ્યું હતું. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલા આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 49 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 252 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતાં વિન્ડિઝની આખી ટીમ 26.2 ઓવરમાં માત્ર 123 રનમાં સંકેલાઈ ગઈ હતી. સ્ટાર્કે 48 રન આપીને પાંચ જ્યારે હેઝલવુડે 11 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.

એલેક્સ કેરી ઈજાગ્રસ્ત એરોન ફિન્ચની જગ્યાએ આ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાને જોશ ફિલીક (39 રન) અને બેન મૈકડરમોટ (28 રન)એ સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પહેલી વિકેટ માટે 51 રન જોડ્યા હતા. જો કે અકીલ હોસેને ફિલિપને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી નાખી હતી. ત્યારબાદ ટી-20 શ્રેણીમાં જોરદાર બેટિંગ કરનારો મીચેલ માર્શ ઉતર્યો અને તેણે 20 રને આઉટ થયો હતો.

આ વેળાએ જોસેફે મૈકડરમોટ અને માર્શને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પાછળ ધકેલી દીધું હતું. એક સમયે કાંગારું ટીમ 114 રને ચાર વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. કેરીએ મુશ્કેલ સ્થિતિમાં 87 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. તેણે પાંચમી વિકેટ માટે એશ્ટન ટર્નર સાથે 104 રન બનાવ્યા હતા. ટર્નરે 45 બોલમાં બે ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા.

ત્યારબાદ બોલિંગમાં ઉતરેલા સ્ટાર્કે પહેલાં જ બોલે વિસ્ફોટક બેટસમેન એવિન લુઈસને આઉય કરી દીધો હતો. ત્યારબાદ તેણે ત્રીજી ઓવરના પહેલાં બોલ પર જેસન મોહમ્મદને બોલ્ડકર્યું હતું. બીજા છેડેથી તેને હેઝલવુડનો સાથ મળ્યો હતો. હેઝલવુડે હેટમાયર અને ડેરેન બ્રાવોને આઉટ કરી દેતાં વિન્ડિઝે 27 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં કેપ્ટન પોલાર્ડે 57 રન બનાવી કેપ્ટન ઈનિંગ રમી હતી પણ તે નિષ્ફળ નિવડી હતી.


Related News

Loading...
Advertisement