ધ‘વન’ સેનાની કમાલ: શ્રીલંકાને 93 વખત હરાવી રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને પછાડ્યું

21 July 2021 11:43 AM
Sports
  • ધ‘વન’ સેનાની કમાલ: શ્રીલંકાને 93 વખત હરાવી રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને પછાડ્યું

એક જ ટીમને સૌથી વધુ વખત હરાવવાના મામલે ભારત બીજા ક્રમે: ન્યુઝીલેન્ડને 92 વખત હરાવી ઓસ્ટ્રેલિયા બીજા નંબરે: ટેસ્ટ, ટી-20 અને વન-ડે મળી ભારતે લંકાને 126મી વખત કચડ્યું

નવીદિલ્હી, તા.21
શિખર ધવનની આગેવાનીમાં ભારતે શ્રીલંકાને બીજા વન-ડે મેચમાં ત્રણ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. પહેલાં બેટિંગ કરતાં શ્રીલંકાએ 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 7 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ ભારતે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.

ભારત વન-ડે ક્રિકેટમાં કોઈ એક ટીમને સૌથી વધુ વખત હરાવનારી ટીમ બની ગઈ છે. તેણે અત્યાર સુધીમાં 93 વખત શ્રીલંકાને હરાવી દીધું છે. આ યાદીમાં ભારત બાદ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન આવે છે. ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 92 વખત તો પાકિસ્તાને શ્રીલંકાને 92 તેમજ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 84 વખત હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ સતત 9મી દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. 1997 બાદથી શ્રીલંકાની ટીમ ભારત સામે શ્રેણી જીતી શકી નથી.

છેલ્લી 12માંથી 10 શ્રેણી ટીમ ઈન્ડિયાએ જીતી છે જ્યારે બે શ્રેણી સરભર રહી છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ 93 વન-ડે જીતનારી ટીમ બની ગઈ છે. પાકિસ્તાન 92 જીત સાથે બીજા ક્રમે છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં પણ સૌથી વધુ જીત હાંસલ કરનારી ટીમ બની ગઈ છે. તેની આ ઓવરઓલ શ્રીલંકા ઉપર 126મી જીત છે. જ્યારે પાકિસ્તાન 125 જીત સાથે બીજા ક્રમે આવે છે.


Related News

Loading...
Advertisement