રોય-રશિદની કમાલ: વન-ડે બાદ ટી-20માં પણ પાકિસ્તાનનો સફાયો કરતું ઈંગ્લેન્ડ

21 July 2021 11:44 AM
Sports
  • રોય-રશિદની કમાલ: વન-ડે બાદ ટી-20માં પણ પાકિસ્તાનનો સફાયો કરતું ઈંગ્લેન્ડ

ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી: રોયે 36 બોલમાં ફટકાર્યા 64 રન, રાશિદે મેળવી 4 વિકેટ: પાકિસ્તાને ખાલી હાથે પરત ફરવું પડશે

નવીદિલ્હી, તા.21
પહેલાં આદિલ રશિદની શાનદાર બોલિંગ અને પછી જેસન રોયની તોફાની બેટિંગના દમ પર ઈંગ્લેન્ડે પાકિસ્તાનને નિર્ણાયક મુકાબલામાં 3 વિકેટે હરાવીને ત્રણ મેચની ટી-20 શ્રેણી ઉપર 2-1થી કબજો જમાવી લીધો છે. પાકિસ્તાને શ્રેણીનો વિજય પ્રારંભ કર્યો હતો પરંતુ ઈંગ્લેન્ડે બીજો મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાની સાથે જ તેને રોમાંચક બનાવી દીધી હતી.ત્રીજા અને આખરી મુકાબલા ઉપર લોકોની નજર ટકેલી હતી અને તેમાં ઈંગ્લેન્ડે બે બોલ બાકી રાખીને જીત હાંસલ કરી હતી.

પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાને 6 વિકેટે 154રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે ઈંગ્લેન્ડે જેસન રોયના 64 રન અને ડેવિડ મલાનના 31 રનના દમ પર મુકાબલો જીતી લીધો હતો. બન્ને વચ્ચે ત્રીજા મુકાબલામાં જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે પાકિસ્તાન માટે લક્ષ્યાંકમાં થોડા રન ઓછા થઈ ગયા હતા જેનું મોટું કારણ તેની ઝડપથી વિકેટ પડી જવી હતું. પાકિસ્તાને સારી શરૂઆત કરવા છતાં તેનો મીડલ ઓર્ડર ધરાશાયી થઈ જતાં 154 રન જ બનાવી શક્યું હતું. પાક.વતી મોહમ્મદ રિઝવાને 57 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા.

જવાબમાં ઈંગ્લેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી. જેસન રોય અને જોશ બટલર વચ્ચે ભાગીદારી થઈ હતી. બટલર આઉટ થયા બાદ રોયને મલાનનો સાથ મળ્યો હતો. રોયના રૂપમાં ઈંગ્લેન્ડને 92 રને બીજો ઝટકો લાગ્યો હતો. તેણે 36 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની જીતમાં મલાન અને મોર્ગનનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. આ બન્ને બેટસમેનો સિવાય કોઈ પણ બેટધર બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યું નહોતું. પાકિસ્તાન વતી મોહમ્મદ હાફિઝે 3, ઈમાદ વસીમ, હસન અલી, ઉસ્માન કાદીર, શાદાબ ખાનને એક-એક વિકેટ મળી હતી.


Related News

Loading...
Advertisement