પેન્શન ફંડના નાણાંનું શેરબજારમાં રોકાણ કરાશે

21 July 2021 11:58 AM
Business India
  • પેન્શન ફંડના નાણાંનું શેરબજારમાં રોકાણ કરાશે

બે-ત્રણ દિવસમાં નિયમો જાહેર થશે આઈપીઓમાં પણ રોકાણ કરી શકાશે

નવી દિલ્હી તા.21
પેન્શન ફંડના નાણાંને આઈપીઓ કે શેરબજારમાં રોકાણ કરવાની તૂર્ત છુટ મળશે વધુ પેન્શન નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આકર્ષક પેન્શન મળવાના સંજોગોમાં રીટાયર ફંડમાં સભ્યોની સંખ્યા વધી શકે છે અને તેને લક્ષ્યમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવર્તમાન નિયમ હેઠળ 5000 કરોડથી અધિકનું માર્કેટ કેપ ધરાવતી કંપનીનાં શેરોમાં જ રોકાણની છુટ છે. પેન્શન નિયામક સુપ્રતિમ બંદોપાધ્યાયે જણાવ્યુ હતું કે નિયંત્રણોને કારણે ફંડ મેનેજરોને રોકાણ માટે મર્યાદિત તક મળે છે. તેનો વ્યાપ વધારવા માટે આવતા બે-ત્રણ દિવસમાં નવા નિયમો જાહેર કરવામાં આવશે. નવા નિયમો હેઠળ પેન્શન ફંડોને ઓપીઓ, ફોલો-ઓન, જાહેર ક્ષેત્રમાં રોકાણ, ઓફર ફોર સેલ (ઓએફએસ)માં રોકાણની છુટ આપવામાં આવશે.

આ ઉપરાંત બીએસઈ તથા એનએસઈની ટોચની 200 કંપનીઓનાં શેરોમાં રોકાણની મંજુરી આપવામાં આવશે. તેઓએ કહ્યું કે વ્યકિતગતરૂપે શેરબજારમાં વધુ રોકાણની તરફેણ રહે છે જોકે તેમાં જોખમ નિયંત્રીત થાય તે માટેના જરૂરી નિયમો યથાવત રહેશે. નેશનલ પેન્શન ફંડમાં કુલ 4.37 કરોડ સભ્યો છે તે પૈકીનાં 2.90 કરોડ અટલ પેન્શન યોજનામાં સામેલ છે. ચાલુ વર્ષમાં નવા એક કરોડ સભ્યો ઉમેરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.
Related News

Loading...
Advertisement