ભાવનગરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

21 July 2021 12:10 PM
Bhavnagar
  • ભાવનગરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

ભાવનગર, તા.21
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા,, પો.સબ ઇન્સ.શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. ઘનશ્યામભાઈ ગોહીલ તથા પો.કોન્સ સંજયભાઈ ચુડાસમાને ખાનગીરાહે હકિકત મળેલ કે, સીદસર ગામ, વરતેજ રોડ, નાળા પાસે આવેલ સાંઈનાથ પ્રોવિઝન અને પાન સેન્ટર દુકાનના લાઈટના અજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગાં થઇ ગંજીપતાનાં પાના-પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં કુલ 07 માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.37,600/-નાં મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધેલ છે. વિજયભાઈ મુળજીભાઈ દેગામા ઉ.વ.32 અનિલગીરી હિંમતગીરી ગોસ્વામી ઉ.વ.41, પ્રદિપભાઈ ભરતભાઈ ડાભી ઉ.વ.30, ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ મકવાણા ઉ.વ.31, પરેશભાઈ બાબુભાઈ ચારોલીયા ઉ.વ.30, જાહીરભાઈ અબ્દુલ રજાકભાઈ ચૌહાણ ઉ.વ.39 મુકેશભાઈ સાજણભાઈ મેર ઉ.વ.27 સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધાવેલ છે.


Loading...
Advertisement