પોર્નોગ્રાફી સ્કેન્ડલમાં રાજ કુન્દ્રા અને તેનો બનેવી જ માસ્ટર માઈન્ડ: મુંબઈ પોલીસનો ધડાકો

21 July 2021 12:18 PM
Entertainment
  • પોર્નોગ્રાફી સ્કેન્ડલમાં રાજ કુન્દ્રા અને તેનો બનેવી જ માસ્ટર માઈન્ડ: મુંબઈ પોલીસનો ધડાકો

મુંબઈથી લંડન સુધી ફેલાયેલી છે કુંદ્રાની ગંદકી: બનેવી સાથે મળીને યુકેમાં ઉભી કરી છે કંપની

લંડનની કંપનીનો માલિક અને મુખ્ય રોકાણકાર છે રાજ: લંડનમાં રહેતા બનેવી પ્રદીપ બક્ષીએ કેનરિન નામની કંપની બનાવી છે જેના થકી જ ગંદા કામ થતા’તા

મુંબઈ, તા.21
મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના આરોપમાં પકડ્યો છે. રાજ કુન્દ્રા ઉપર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા ઉપરાંત એપ્લીકેશન ઉપર અપલોડ કરવાનો પણ આરોપ છે. આજે મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાને કોર્ટમાં રજૂ કરશે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ તેના લંડનમાં રહેતાં બનેવી પ્રદીપ બક્ષી સાથે મળીને યુકેમાં કંપની બનાવી હતી અને આ કંપની પોર્સ ફિલ્મો માટે અનેક એજન્ટને કોન્ટ્રાક્ટ આપતી હતી.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે રાજ કુન્દ્રાએ બનેલી પ્રદીપ બક્ષી સાથે મળીને યુકે આધારિત કેનરિન પ્રોડક્શન હાઉસ નામની એક કંપની બનાવી હતી. પ્રદીપ બક્ષી યુકેમાં જ રહે છે અને કંપનીનો ચેરમેન હોવાની સાથે સાથે રાજનો ધંધાકીય ભાગીદાર પણ છે. રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીનોમાલિક અને રોકાણકાર પણ છે. કંપની પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટને કોન્ટ્રાક્ટ આપે છે અને ફન્ડીંગ કરે છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટસએપ ગ્રુપનો પણ ખુલાસો થયો છે જેના દ્વારા જ કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થતી હતી. આ વોટસએપ ચેટ ગ્રુપનું નામ ‘એચ એકાઉન્ટસ’ છે અને તેમાં રાજ કુંદ્રા સાથે લંડનમાં બેઠેલા પ્રદીપ બક્ષી સહિત પાંચ લોકો સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચને આ ચેટ મળી આવી છે જેમાં આવકને લઈને વાતચીત થઈ રહી છે. આ ગ્રુપમાં દરરોજ કેટલી કમાણી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી અભિનેત્રીને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં કમાણી વધી રહી છે કે ઘટી રહી છે તે સહિતની વાતચીત કરવામાં આવતી હતી. આ ગ્રુપમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી, વેચાણમાં થઈ રહેલા વધારા અને અન્ય સોદાને લઈને વાતચીત થઈ રહી હતી.

રાજ કુંદ્રાનો પૂર્વ પીએ ઉમેશ કામત કેનરિન પ્રોડક્શન હાઉસનો ભારતમાં પ્રતિનિધિ હતો. અભિનેત્રી ગહના વશિષ્ઠ અને ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરિન પ્રોડક્શન હાઉસ તરફથી મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મ બનાવવા માટે એડવાન્સ રકમ કેનરિન પ્રોડક્શન હાઉસ તરફથી જ મળતી હતી ત્યારબાદ આ બન્ને પોર્ન ફિલ્મ તૈયાર કરવામાં લાગી જતા હતા.

યુકેનો નાગરિક હોવાને કારણે રાજ કુન્દ્રા ‘છટકી’ જશે ?
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં બરાબરનો ફસાઈ ગયો છે. તેના વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. આવામાં સવાલ ઉઠી રહ્યો છે કે રાજ કુન્દ્રા યુકેનો નાગરિક છે તો શું આ વાતનો ફરક આ કેસ ઉપર કોઈ પ્રકારે પડી શકે છે. રાજ વિરુદ્ધ જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં જો તે દોષિત ઠરે તો પાંચથી સાત વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.

શું રાજ કુન્દ્રાને યુકેનો નાગરિક હોવાને કારણે કોઈ કાનૂની લાભ મળી શકે છે તેવિશે નિષ્ણાત વકીલનું કહેવું છે કે આ વાતથી તેની જામીન અરજી ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે કેમ કે ફરિયાદ પક્ષ એવો તર્ક આપી શકે છે કે રાજ કુન્દ્રા ભારતીય નાગરિક નથી એટલા માટે તેના ફરાર થઈ જવાની સંભાવના અને જોખમ છે. જો સાબિત થઈ જાય છે કે રાજ ભારતીય નાગરિક ન બરાબર છે તો તેના ઉપર તમામ કાર્યવાહી એ મુજબ થો પરંતુ આ બધું એ વાત ઉપર નિર્ભર કરે છે કે તપાસમાં કેટલો ખુલાસો થયો છે અને તપાસ દરમિયાન કેટલા પૂરાવા એકઠા કરાયા છે.

રાજ કુન્દ્રાના ગોરખધંધાનું મુળ ગુજરાત: સુરતથી જ ખૂલ્યા’તા કાંડના પત્તા
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે દરરોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન એવો પર્દાફાશ પણ થવા પામ્યો છે જે રાજ કુન્દ્રાના ગોરખધંધાનું મુળ ગુજરાત જ છે. તાજેતરમાં જ સુરતમાં આવેલા એક ફાર્મહાઉસ ઉપર પોલીસે દરોડો પાડી આ કાંડ પકડી પાડ્યું હતું. આ વેળાએ તનવીર હાશમી નાખના એક શખ્સની ધરપકડ પણ કરી હતી

જે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પોર્ન ફિલ્મ અપલોડ કરતો હતો. આ ઉપરાંત હોટહિટ મૂવીઝ એપના સંચાલક શાન બેનરજી અને કુન્દ્રાના પૂર્વ પીએ ઉમેશ કામતને પણ પકડી પાડવામાં આવ્યો હતો. તે પહેલાં મુંબઈના મડ આઈલેન્ડના એક બંગલો ઉપર દરોડો પાડ્યો હતો અને ત્યારે અભિનેત્રી ગહના વશિષ્ઠની પણ ધરપકડ કરવામાં આવી હતી. એકંદરે સુરતમાં દરોડો પડ્યા બાદ ધીમે ધીમે આ કાંડના પડ ઉખડવા લાગ્યા હતા અને અંતે તેના માસ્ટર માઈન્ડ રાજ કુન્દ્રાને પણ પકડી લેવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement