માધવકોપર લી.(ભાવનગર)ના ભાગેડુ ડિરેકટર નિલેશ પટેલ સામે અમદાવાદની કોર્ટમાં ફરીયાદ

21 July 2021 12:39 PM
Bhavnagar Crime
  • માધવકોપર લી.(ભાવનગર)ના ભાગેડુ ડિરેકટર નિલેશ પટેલ સામે અમદાવાદની કોર્ટમાં ફરીયાદ

રાજ્યવ્યાપી બોગસ બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલ : બિલીંગ કૌભાંડમાં સંડોવણી સબબ ભાવનગરના વધુ એક શખ્સની ધરપકડ કરાઇ

રાજકોટ,તા.21
માધવ કોપર લી. ભાવનગર ખાતે જીએસટી કાયદાની કલમ-67(2) હેઠળ સ્થળ તપાસની કાર્યવાહી ગતતા.7 રોજ ડીરેકટરના રહેઠાણના સ્થળ, ઓફીસ અને ફેકટરી ખાતે કરવામાં આવેલ હતી. હિસાબી સાહિત્યની ઉંડાણપુર્વક ચકાસણી હાથ ધરવામાં અને તપાસમાં ફલીત થયેલ કે માધવ કોપર લી.ના ડીરેકટર નિલેશભાઇ નટુભાઇ પટેલે સમગ્ર કૌભાંડ રચી બોગસ ખરીદીઓ થકી ખોટી વેશશાખ મેળવેલ છે.માધવ કોપર લી. દ્વારા જુલાઇ-2017થી અત્યાર સુધી દર્શાવેલ કુલ ખરીદીઓ પૈકી લગભગ 80 ટકા જેટલી ખરીદીઓ બોગસ પેઢીઓ પાસેથી દર્શાવેલ હોવાનું જણાયેલ છે.

અત્યાર સુધીની તપાસ મુજબ આવી રીતે ખોટી મેળવેલ વેરાશાખ થકી તેઓએ કુલ રૂ. 763 કરોડના ખોટા બીલો મેળવી રૂ.137 કરોડની ખોટીછ વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક તફાવત અંગેનો વેરો રૂ.2.83 કરોડ મળી કુલ રૂ.140.11 કરોડની કરચોરી કરેલ છે. કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ થયેલ છે,માધવ કોપર લી. બોગસ પેઢીઓ પાસેથી ખરીદી પેટેના નાણા આરટીજીહએસથી આવી બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતા હતા અને બદલામાં ટ્રાન્સફર થયેલ નાણા સીધી રીતે કે અન્ય બોગસ પેઢીમાં ચેન લાઇઝ કરી રોકડમાં ઉપાડી લેવામાં આવતા હતા.આ રીતે રોકડેથી નાણા ઉપાડી વિવિધ આંગડીયામાં પેઢી મારફતે માધવ કોપર લી.ના માણસને મોકલી આપવામાં આવતા હતા.

માધવ કોપર લી.ના ડીરેકટર નિલેશભાઇ નટુભાઇ પટેલી હાલમાં ફરારા છે. તથા નિલેશ નટુભાઇ પટેલને તપાસની કામગીરીમાં હાજર થવા જીએસટી કાયદાની કલમ-70 અન્વયે સમન્સના ઇશ્યુ કરવામાં આવેલ, જે અન્વયે નિલેશ નટુભાઇ પટેલ હાજર થયેલ નથી. જેથી સમન્સના અનાદર બદલ ઇન્ડીયન પીનલ કોડની કલમ-174 અન્વયે નિલેશ નટુભાઇ પટેલ સામે એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મજીસ્ટ્રેટ અમદાવાદની કોર્ટમાં તા.20/07ના રોજ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
વધુ એક ધરપકડ સ્ટેટે જીએસટી વિભાગ દ્વારા ગત તા.7/7ના રોજથી બોગસ બિલીંગમાં સંકળાયેલ કંપનીઓ/પેઢીઓ/ બોગસ બિલીંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન અન્ય ઇસમોના ધંધાના તથા રહેઠાણના વિવિધ સ્થળોએ તબક્કાવાર રાજય વ્યાપી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

તાજેતરમાં તા.12/07ના રોજ ભાવનગર ખાતે 9 પેઢીઓના સ્થળે તપાસની કાર્યવાહી કરવામાં આવેલ. આ તપાસના ભાગરૂપે અગાઉ ભાવનગરના 4 ઇસમોની વિભાગ દ્વારા ધરપકડની કરવામાં આવેલ છે.વધુમાં તા.19/7ના રોજ તપાસમાં રોહિતભાઇ બાબુભાઇ ડાભી બોગસ બિલીંગના ગુનામાં સક્રિય સંડોવણી જણાઇ આવતા તેઓની ધરપકડ સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આરોપીએ રૂ.11.63 કરોડની ખોટા વેરાશાખ લીધાનું બહાર આવેલ છે.આરોપી રોહિતભાઇ બાબુભાઇ ડાભીને તા.20/7ના રોજ એડીશન ચીફ મટ્રોપોલીટન મેજી.ની કોર્ટમાં અમદાવાદ ખાતે રજુ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ કસ્ટડીયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરેલ હતી.


Related News

Loading...
Advertisement