ગોંડલમાં વધુ એક બાયોડીઝલ પમ્પ ઝડપાયો : 2.43 લાખના મુદ્દામાલ સાથે ટ્રાન્સપોર્ટરની ધરપકડ

21 July 2021 12:42 PM
Gondal
  • ગોંડલમાં વધુ એક બાયોડીઝલ પમ્પ ઝડપાયો : 2.43 લાખના મુદ્દામાલ સાથે ટ્રાન્સપોર્ટરની ધરપકડ

ભુણાવા નજીક કારે બાઇકને ઉડાવતા પ્રૌઢનું મોત

ગોંડલ, તા.21
ગોંડલ વિસ્તારમાં બાયોડીઝલનાં કાળા કારોબાર સામે તંત્ર આક્રમક બની તુટી પડયું હોય તેમ શહેર માં ત્રણ સ્થળે દરોડા પાડી અનઅધિકૃત બાયોડીઝલનો રૂ.5.50 લાખ નો મુદ્દામાલ ઝડપાયા બાદ પોલીસે ભોજપરા જીઆઇડીસીમાં ધમધમતાં બાયોડીઝલ નાં પંપ પર ત્રાટકી રૂ.2.43 લાખ નાં મુદ્દામાલ સાથે ટ્રાન્સપોર્ટર ની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પીએસઆઇ પરમાર તથાં સ્ટાફે નેશનલ હાઈવે ભોજપરા જીઆઇડીસીમાં મોમાઇ હોટલ પાછળ આવેલા દિનેશભાઇ માવજીભાઈ વિરડીયા નાં કારખાના માં ધમધમી રહેલાં બાયોડીઝલ નાં ફયુલ પંપ પર દરોડો પાડી 1200 લીટર નો જથ્થા ઉપરાંત ચાર સ્ટોરેજ ટાંકા,ઇલે.મોટર મળી રુ.2.43 નો મુદ્દામાલ કબ્જે કરી પંપ ચલાવનાર ટ્રાન્સપોર્ટર ગોંડલ સુમરા સોસાયટીમાં રહેતાં શાહીલ સુલેમાનભાઇ ની ધરપકડ કરી કાયઁવાહી હાથ ધરી હતી.શાહીલ શેડ ભાડે રાખી બાયોડીઝલ નો વેપલો ચલાવતો હતો.

કારની ઠોકરે ચડેલા પ્રૌઢનું મોત
રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભુણાવા નજીક બાઇક પર જઇ રહેલા ભરૂડી રહેતા નારણભાઇ હાજાભાઇ દાવડા (ઉ.વ.50)ને અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા ફંગોળાયેલા નારણભાઇને ગંભીર ઇજા સાથે સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા બે દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમ્યાન નારણભાઇનું મોત નિપજયું હતું.


Loading...
Advertisement