ટયુશન કલાસીસો, શેરી શાળાઓ શરૂ કરવા મંજુરી અપાય તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને કેમ નહીં?

21 July 2021 01:31 PM
Dhoraji
  • ટયુશન કલાસીસો, શેરી શાળાઓ શરૂ કરવા મંજુરી અપાય તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને કેમ નહીં?

ધોરાજીમાં ડે.કલેકટરને રજૂઆત કરતા શાળાઓના સંચાલકો

ધોરાજી તા.21
ધો.9થી11ની શાળાઓ શરુ કરવાની તત્કાલ મંજુરી આપવાની માંગ ઉઠાવી ધોરાજી વિસ્તારના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોએ આ અંગે જણાવેલ છે કે કોરોનાની મહામારી સમગ્ર ગુજરાતમાં કાબુમાં છે ત્યારે રાજય સરકાર દ્વારા ટયુસન કલાસીસ સરકારી સ્કુલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વીમીંગ પુલો અને ટ્રાવેલ્સ બસો સહિત તમામ વાણિજય વ્યવસાયો કોવિડ ગાઈડ લાઈન અનુસાર ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

જેથી ખાનગી શાળાઓના વાલીઓ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયની શાળાઓ ખોલવા માટેની માંગને લઈને સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ ચાલુ કરવા અંગે મંજુરી આપવા માંગ કરવામાં આવી છે. આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હરેશભાઈ કોટડીયા અને ઉપપ્રમુખ સમીરભાઈ કાલરીયા સહીતનાઓએ આ આવેદન પાઠવી રજુઆત કરેલ હતી.


Loading...
Advertisement