ધોરાજીના માનવ સેવા યુવક મંડળ દ્વારા ચોથુ ચક્ષુદાન લેવાયુ

21 July 2021 01:38 PM
Dhoraji
  • ધોરાજીના માનવ સેવા યુવક મંડળ દ્વારા ચોથુ ચક્ષુદાન લેવાયુ

મંડળની સેવાઓને બિરદાવતા નગરજનો

ધોરાજી તા.21
ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા ચોથુ ચક્ષુદાન લેવાયુ છે. માનવ સેવા મંડળની સેવાઓને નગરજનો એ બિરદાવી હતી. ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ધોરાજી નગરપાલિકાના બાંધકામ શાખાના કર્મચારી શૈલેષભાઈ પટેલનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા સ્વ. શૈલેષભાઈના ચક્ષુઓનું દાન માનવ સેવા યુવક મંડળને અર્પણ કરતા સ્વના ચક્ષુઓ રાજકોટ ખાતે સીવીલ હોસ્પીટલમાં આંખ વિભાગમાં સોપાયેલ હતા.

આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઈ સોલંકી, ડો. જયેશભાઈ વેસેટીયન, સુરેન્દ્રસિંહ સેખાવત, ડો. રાજબેરા તેમજ સ્વના સ્વજનો જીતેન્દ્રભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, ડી.એલ.ભાષા, નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ માથુકીયા, અરવિંદભાઈ વોરા, દિનેશભાઈ વોરા, જેન્તીભાઈ કોપાણી, કિરણ પટેલ, રાજુભાઈ ઘેલાણી તેમજ નગરપાલિકાના કર્મચારી ભાઈઓ સહીતના એ હોસ્પીટલ ખાતે આવી સ્વને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.


Loading...
Advertisement