ચોટીલા ના સણોસરા વાડીમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

21 July 2021 01:42 PM
Surendaranagar
  • ચોટીલા ના સણોસરા વાડીમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

ચોટીલા તા.21
ચોટીલાના સણોસરા ગામે વાડી વિસ્તારમાં પોલીસે છાપો મારી આઠ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી રૂ. 1.42.600 ના મુદ્દામાલ કબ્જે કરેલ છે. ચોટીલા પીઆઇ એન. એસ. ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે ખાનગી રાહે માહિતી મળેલ કે સણોસરા ના વાડી વિસ્તારમાં જયંતી દાનાભાઇ પરમારના કબ્જાની વાડીમાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે રેઇડ કરતા વાડીના કબ્જેદાર પરમાર જયંતીભાઇ, સિંકદર અબ્બાસભાઇ, પ્રવિણ રઘુભાઇ ગાબુ, શિવરાજભાઇ આપાભાઇ ખાચર, પરમાર સુરેશ વિઠ્ઠલભાઈ , અરવિંદ ભીમાભાઈ ગાબુ,ઓળકિયા ભગાભાઇ રવજીભાઇ,ભીમાભાઈ ભાણાભાઈ, ને રોકડ રૂપિયા 59.600 સાથે પકડી પાડેલ હતા આ રેઇડ દરમિયાન સાત મોબાઇલ,ચાર બાઇક અને રોકડ મળી કુલ રૂ. 1.42.600 નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આઠ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


Loading...
Advertisement