મુળીનાં સરા નજીક સીમમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવાયા

21 July 2021 01:42 PM
Surendaranagar
  • મુળીનાં સરા નજીક સીમમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવાયા

એલ.સી.બી.એ રોકડા રૂા. 81,290 કબ્જે કર્યા

વઢવાણ, તા.21
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહી/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢી, પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપૂર્ણપણે નેતનાબુદ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્નગર નાઓને સુચના આપેલ, જે અંગે ડી.એમ.હોલ સાહેબનાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે કળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે સરા ગામની પરાસીયા સીમમાં અશ્વિનભાઇ મગનભાઇની ભેટ ગામના મારગે આવેલ વાડીના શેઢા પાસે ઝાડના છાયડે જાહેરમાં અમુક માણસો ગંજીપાનાના પાના વી તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ પંચો સાથે છાપો મારતા આરોપીઓ (1) કાદરભાઇ રસુલભાઇ કાજડીયા ઉવ.40 રહેસરા ગાંડાબાપાના જીન પાસે તા.મુળી (2) જગદીશભાઇ નાથાભાઇ વરમોરા ઉવ.57 રહે સરા ભરવાડ શેરી તા.મુળી (3) અશ્વિનભાઇ મગનભાઇ કોરવાડીયા ઉંવ 40 રહે.સરા મોરબી દરવાજા બહાર તા.મુળી (4) ચંદુભાઇ નાથાભાઇ વરમોશ ઉવાપર રહે.સરા ભરવાડ શેરી મોરબી દરવાજા બહાર તા.મુળી (5) ગોવીદભાઇ ગીરધરભાઇ સંઘાણી ઉવ.53 રહે.સરા પ્લોટ વિસ્તાર સ્વામીનારાયણ મંદિર પાસે તા.મુળી (6) સુરેન્દ્રમાઇ ચંન્દ્રસિંહભાઇ ટાંક ઉવ 35 રહે.સરા મોરબી દરવાજા બહાર એસ.બી.આઇ બેન્કની પાસે તા.મુળી (7) મુકેશભાઇ વખતભાઇ ડાભી ઉવ.40 રહે.સા મોરબી દરવાજા બહાર એસ.બી.આઇ. બેન્કની પાસે તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાઓને જાહેરમાં ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા 81,290/- તથા ગંજીપાના નગ-પર કી.રૂ.00/- તથા પાચરણ-1 કી.રૂ.00/- મળી કુલ 1,81,290/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હોે રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.


Loading...
Advertisement