ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ

21 July 2021 02:10 PM
Dhoraji Crime
  • ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ

રૂા.1,55,695 નો દંડ પણ ફટકારાયો

ધોરાજી તા.21
ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂા.1.55.695 નો દંડ ધોરાજી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના ફરિયાદી દીનેશભાઈ માંડણભાઈ હેરભા એ મામદ ગનીભાઈ કાણા રહે. ઉપલેટાવાળા ને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા મીત્રતાના નાતે રૂા.1,50,000/- હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલ રૂા.1,50,000/-નો ચેક બેંકમાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળના કારણે ચેક રીટર્ન થતા ફરિયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ 138 મુજબ નોટીસ આપવા છતા આરોપીએ ફરિયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ફો.ક.નં. 189/21 થી ફરિયાદ દાખલ કરેલ છે.

જે ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે ધોરાજીનાં ધારાશાસ્ત્રી એલ.જી.બાબરીયા એ ઉચ્ચ અદાલતોનાં સિદ્ધાંતો ટાંકી દલીલ રજુ કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીનાં એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ, પ્રણવ દિલીપકુમાર મોદી દ્વારા આરીપીને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ 138 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂપિયા 3,00,000/- નો દંડ તથા દંડની રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા તથા ફરિયાદીને રૂા.1,55,695.89 વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવેલ છે.આ કેસમાં ફરિયાદ પક્ષે ધોરાજીનાં ધારાશાસ્ત્રી એલ.જી.બાબરીયા તથા અંજના એલ. બાબરીયા તથા જયેશ સી. વઘાસીયા તથા દિનેશ સી. વોરા રોકાયેલ હતા.


Related News

Loading...
Advertisement