કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા મોટુ નુકસાન : જાનહાનિ નથી

21 July 2021 02:40 PM
kutch
  • કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા મોટુ નુકસાન : જાનહાનિ નથી

ભુજ, તા. 21
કચ્છના આર્થિક જીવાદોરી સમા કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં એક કરોડના નુકસાનનો અંદાજ આંકવામાં આવ્યો હતો.

શહેરના કાસેઝમાં આવેલા પ્લોટ નંબર 623ના શેડ નંબર 402,403,404માં આવેલી કિચન એકસપ્રેસ ઓવરસીસ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી હતી. આ કંપની અનાજ, કઠોળ બહારથી મગાવી તેનું પેકિંગ કરી વિદેશમાં તેની નિકાસ કરે છે. ગત સાંજના સમયે આ કંપનીમાં અચાનક આગ લાગી હતી. કંપનીના સુપરવાઇઝર સંદીપ પટેલે ગાંધીધામ નગરપાલિકામાં જાણ કરતાં પાલિકાની અગ્નિશમન દળની ટીમ અહીં દોડી આવી હતી અને મોડે સુધી ચાલેલી કાર્યવાહી બાદ ફાટી નીકળેલા દવાનળ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આગને કારણે એકમમાં મશીનરી, પ્લાસ્ટિક વગેરે સામાન સળગીને ખાખ થઇ ગયો હતો જોકે સદનશીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ આગ કેવી રીતે લાગી હતી તે માટે એફ.એસ.એલ.ને બોલાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.


Loading...
Advertisement