મોરબીના હડમતીયામાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન ઉપર છરીથી હુમલો

21 July 2021 02:53 PM
Morbi
  • મોરબીના હડમતીયામાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન ઉપર છરીથી હુમલો

નાની વાવડી ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધુ, સારવાર હેઠળ

મોરબી, તા.21
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતે છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ સવારે પૈસા આપવાના હતા તેના બદલે યુવાન સાંજે પૈસા આપવા માટે જતા સામેવાળા ઇસમે યુવાન ઉપર છરી વળે હુમલો કર્યો હોવાની વિગતો સાંપડી રહી છે.ટંકારા તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ દાહોદના ગરબાડા તાલુકાના અબલોડ ગામનો રહેવાસી અને હાલ મોરબીના ટંકારા તાલુકામાં લજાઇ નજીક આવેલ ધરતીધન હોટલ પાછળ પંકજ દયારામ મસોતની વાડીએ રહીને મજુરીકામ કરતાં રાકેશભાઈ ધુળાભાઇ હઠીલા નામના 32 વર્ષના યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનને સારવારમાં લઇ જવાયો હતો સારવાર લીધા બાદ રાકેશ હઠીલાએ કેવન નરસિંગભાઈ રહે.હડમતિયા રોડ એપલ કારખાના પાછળ તા.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે સામાવાળા આરોપી કેવને તેમને સવારે પૈસા આપી જવા માટે કહ્યું હતું.જો કે પૈસાની સગવડ ન હોય રાકેશ સાહેદની સાથે સાંજના સમયે કેવન ને પૈસા આપવા માટે ગયો હતો તે વાતને લઈને "તને સવારે પૈસા આપવા આવવાનું કહ્યું હતું ને કેમ સાંજે આવ્યો..?" તેમ કહીને ઉશ્કેરાઈ જઈને કેવનભાઈએ બાજુમાં પડેલી છરી વડે રાકેશભાઇને ખભાના ભાગે હુમલો કર્યો હતો. હાલ ગુનો નોંધાતા બીટ જમાદાર એમ.પી.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી લેતા પરણીતા-યુવાન સારવારમાં
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતો યુવાન ફિમાઇલ પી ગયો હતો જેથી તેને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નાનીવાવડી ગામનો બીપીન વિજયભાઈ મકવાણા નામનો 35 વર્ષીય યુવાન ફિનાઇલ પી જતાં તેને સારવારમાં લઇ જવાતા હાલ તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારના રહેવાસી ઇલાબા યુવરાજસિંહ જાડેજા નામની 29 વર્ષીય પરણીતાએ પણ કોઇ કારણોસર ફિનાઇલ પી લેતા તેમને પણ પ્રાથમિક સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement