ઓટાળા ગામ પાસે બાયોડિઝલના જંગી જથ્થા સાથે ભાજપના સભ્ય સહિત 4 પકડાયા

21 July 2021 03:16 PM
Morbi
  • ઓટાળા ગામ પાસે બાયોડિઝલના જંગી જથ્થા સાથે ભાજપના સભ્ય સહિત 4 પકડાયા

મોરબી પંથકમાં છાનેખૂણે બાયોડિઝલનો કાળો કારોબાર ધમધોકાર

ગામની સીમમાં એક કારખાનાની પાછળ જમીનમાં તોતીંગ ટાંકા બનાવી બાયોડિઝલનો સંગ્રહ કરી રખાતો હતો

મોરબી, તા.21
ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમ જી.આર.જી. ઇન્ફાસ્ટ્રક્ટર પ્રા.લી કારખાના પાછળના ભાગે ટંકારા પોલીસે બાતમી આધારે રેઇડ કરી હતી ત્યારે ત્યાંથી 60200 બીયોડીઝલનો જથ્થો મળી આવેલ હતો જેથી 45,15,000 નું બાયોડીઝલ અને અન્ય વાહનો તેમજ ફ્યુલપંપ મળીને કુલ 1,06,63,000 ના મુદ્દામાલ સાથે ભાજપ પ્રેરિત ટંકારા તાલુકા કિશન સંઘના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપના સભ્ય સહિત ચાર શખ્સોની ધરપકડ કરેલ છે રાજય ડીજીપી દ્વારા રાજયમાં બાયોડીઝલ વેચાણ, સંગ્રહ અને હેરાફેરની પ્રવૃતિ નાબુદ કરવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં બાયોડીઝલના જથ્થા સાથે જુદાજુદા વિસ્તારોમાં રેડ કરીને કરોડો રૂપિયાનો મુદામાલ પકડવામાં આવ્યો છે તેવામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે ઓટાળા ગામની સીમ જી.આર.જી.ઇન્ફાસ્ટ્રક્ટર પ્રા.લી કારખાના પાછળના ભાગે રેઇડ કરતા ટેન્કર, ટ્રક તથા ઇસુ ઝી કંપની ટેન્કર વાળી ગાડી તથા જમીનમાં દાટેલ ત્રણ લોખંડના ટાંકામા બાયોડીઝલનો ભરેલ જથ્થો મળી આવેલ હતો જેથી ટંકારા તાલુકા પોલીસે કુલ લીટર 60200 બીયોડીઝલ જેની કિંમત 45,15000 સાથે ટ્રક ટેન્કરમાંથી ફ્યુલ પંપ દ્વારા ટ્રેલર ટ્રકમા બાયોડીઝલનું વેચાણ કરતા તથા ખરીદ કરતા 4 ઇસમો રોકડા રૂપિયા 31000 સાથે મળી આવેલ હતા જેથી પોલીસે બાયોડીઝલ, ટેન્કર -01, ટ્રેઇલર -02, ઇસુઝી કંપનીની ગાડી 01 ફયુલપંપ 02, ઇલેકટ્રીક મોટર 02 મળી આવતા પોલીસે કુલ 1,06,63,000નો મુદામાલ કબજે કર્યો છે અને ચાર શખ્સો સામે ઇ.પી.કો. કલમ 278, 284, 285,114 મુજબ હયગુનો નોંધવામાં આવેલ છે હાલમાં ટંકારા પોલીસે જે શખ્સોની ધરપકડ કરેલ છે તેમા ભાજપ પ્રેરિત કિશન સંઘના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપના સભ્ય અરવિંદભાઈ ભીમજીભાઈ રાજકોટીયા જાતે પટેલ (ઉ.વ .37) રહે. લક્ષ્મીનારાયણ સોસા ટંકારા, હસમુખભાઈ લવજીભાઈ ગોધાણી જાતે પટેલ (ઉવ.42) રહે. નેસડા (સુ), જાલમસિહ રામસિંહ રાઠોડ જાતે દરબાર (ઉ.વ.65) રહે. ગોટનગામ તાલુકો મેડતા જીલ્લો નાગોર રાજસ્થાન અને સમદરનાથ શીંભુનાથ જાતે નાથ (ઉવ.28) રહે, લુણીયાસ તાલુકો મેડતા જિલ્લો નાગોર રાજસ્થાન વાળાનો સમાવેશ થાય છે આ કામગીરી ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર, કિશોરદાન ગઢવી, નગીનદાસ નીમાવત, ઇસ્તીયાઝભાઈ જામ, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિહ ઝાલા, વિજયભાઈ ચાવડા, મહેશદાન ગઢવીએ કરી હતી.


Loading...
Advertisement