મહાનગરપાલિકાએ કોવિડ ગાઇડલાઇનના ભંગ સબબ રૂા.27.29 લાખનો દંડ વસુલ્યો

21 July 2021 03:36 PM
Jamnagar Crime
  • મહાનગરપાલિકાએ કોવિડ ગાઇડલાઇનના ભંગ સબબ રૂા.27.29 લાખનો દંડ વસુલ્યો

જામનગર તા.2
જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા તેમજ જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચાર મહિનાના સમયગાળા દરમિયાન 7,646 કેસ કરવામાં આવ્યા હતા, અને તેઓ પાસેથી રૂપિયા 27.29 લાખના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 22-3-2021 થી જુદીજુદી ટીમો બનાવીને શહેરમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન જળવાયેલું રહે, તેના ભાગરૂપે દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેમજ માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે પણ દંડકીય કાર્યવાહી કરાઈ હતી. જેમાં કુલ ચાર મહિનાના સમયગાળા દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 7,643 કેસ કરવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી કુલ 27,39,710નો દંડ વસૂલ કરાયો છે.

જેમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા 987 લોકો પાસેથી દસ લાખથી વધુનો દંડ વસૂલ કરાયો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા 1,659 લોકો પાસેથી 17,33,210 ના દંડ ની વસૂલાત કરાઈ છે. ચાર મહિનાના સમયગાળા દરમિયાન 120 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે 253 જેટલી દુકાનો બંધ કરાવાઇ હતી.


Related News

Loading...
Advertisement