પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં થઈ શકે છે ઘટાડો

21 July 2021 04:21 PM
Business India
  • પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં થઈ શકે છે ઘટાડો

પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોમાં જલ્દી રાહત મળી શકે છે. હકીકતમાં ઓપકે અને સાથી દેશો દ્વારા ક્રુડ તેલનું ઉત્પાદન વધારવું અને વિશ્વભરમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોએ ક્રુડ તેલ પરનું દબાણ વધાર્યુ છે. જેના કારણે ક્રુડતેલમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તાજેતરના દિવસોમાં બ્રેન્ટ ક્રુડ 78 ડોલર પ્રતિ બેરલથી ટુટીને 68 ડોલર સુધી પહોંચ્યો હતો. જેના કારણે આગામી દિવસોમાં ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની સંભાવના છે. કેડીયા કોમોડીટીના ડિરેકટર અજય કેડીયાએ કહ્યું કે ક્રુડતેલમાં ટુંક સમયમાં મોટો વધારો થવાની આશા નથી. આ કારણ છે કે ઓપેક અને સાથી દેશોએ આ સંદર્ભે અગાઉ પ્રતિબંધ મુકાયેલા પાંચ દેશોમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારવાની સંમતિ આપી હતી.


Related News

Loading...
Advertisement