મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારતને સોંપી દેવાશે

21 July 2021 05:17 PM
India World
  • મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારતને સોંપી દેવાશે

અમેરિકાએ કોર્ટને સોંપણી માટે કર્યો અનુરોધ: 2008થી ભાગેડુ છે રાણા

નવીદિલ્હી, તા.21
જો બાઈડેન તંત્રએ કેલિફોર્નિયાની એક અદાલતને પાકિસ્તાની મૂળના કેનેડીયન કારોબારી તહવ્વુર રાણાની સોંપણી ભારતને કરી દેવા અનુરોધ કર્યો છે. રાણા 2008ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણીને લઈને ભારતમાં વોન્ટેડ છે. 59 વર્ષીય રાણાને ભારતે ભાગેડું જાહેર કરેલો છે.

ભારતમાં તે 2008ના મુંબઈ આતંકી હુમલામાં પોતાની સંડોવણીને લઈને અનેક આરોપોનો સામનો કરી રહ્યો છે. આ હુમલામાં છ અમેરિકી સહિત 166 લોકોના મોત થયા હતા. રાણાને ભારતના પ્રત્યાર્પણ અનુરોધ ઉપર 10 જૂન-2020ના લોસ એન્જલસમાંથી ફરીથી પકડવામાં આવ્યો હતો. લોસ એન્જલસમાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયામાં પોતાના નિવેદનમાં અમેરિકી સરકારે અપીલ આપી છે કે ભારતે રાણાના પ્રત્યાર્પણની અરજી સાથે પૂરતા પૂરાવા આપ્યા છે.

પાછલા સપ્તાહે અમેરિકી વકીલે અદાલતમાં રજૂ કરેલા પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે પ્રત્યાર્પણની ખરાઈ માટેની તમામ આવશ્યક્તાને પૂરી કરી લેવામાં આવી છે. અદાલત વિદેશ મંત્રીને તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ માટે અધિકૃત કરે છે અને તેને કસ્ટડીમાંમોકલે છે.

બીજી બાજુ રાણાના વકીલે પોતાના પ્રસ્તાવમાં પ્રત્યાર્પણનોવિરોધ કર્યો છે. બન્ને દસ્તાવેજ અદાલત સામે 15 જૂલાઈએ રજૂ કરવામાં આવ્યા છે. ભારતમાં 26/11 આતંકી હુમલામાં સંડોવાયો હોવાને કારણે રાણા ફરાર છે. ઓગસ્ટ-2018માં તેના માટે ભારતમાં વોરંટ ઈશ્યુ થયું છે. ભારત સરકારનો આરોપ છે કે રાણાએ ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને 2008માં થયેલા મુંબઈ હુમલાને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાની મદદ કરી હતી.


Related News

Loading...
Advertisement