રવિવારે મણિયાર દેરાસરમાં મંગલમૂર્તિ પ્રતિષ્ઠા

21 July 2021 05:27 PM
Rajkot Dharmik
  • રવિવારે મણિયાર દેરાસરમાં મંગલમૂર્તિ પ્રતિષ્ઠા

રાજકોટ, તા. 21
રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય (મણિયાર દેરાસર)ના આંગણે આગામી ચતા. રપમીના રવિવારે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીજી મહારાજ આદિ ઠાણા તથા પૂ. સાધ્વીજી ભગવંત શ્રી સૌમ્યરસાશ્રીજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રામાં મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

તા. 25મીના રવિવારે મણિયાર દેરાસરમાં સવારે 8.30 કલાકે અઢાર અભિષેક તથા બપોરે 11.30 કલાકે મંગલમૂર્તિની પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે ભકિતકાર પ્રતાપભાઇ શાહ ભકિત ગીતો રજૂ કરશે. ઉપરોકત પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી લક્ષ્મીબેન શિવલાલજી રામસીના, શ્રીમતી હેમાબેન અરૂણભાઇ દોશી, શ્રીમતી સુશીલાબેન વિનોદચંદ્ર શેઠ (હસ્તે શ્રધ્ધા અમીત શેઠ) પરિવાર છે. કાર્યક્રમ ફકત લાભાર્થી પરિવાર તથા આમંત્રિત મહેમાનો પૂરતો મર્યાદિત છે. તેમ ક્ધવીનર પંકજભાઇ કોઠારી તથા અરૂણભાઇ દોશીએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement