પુનામાં નિર્માણ પામશે શ્રમણ-શ્રમણી સ્થવિરાલય

21 July 2021 05:30 PM
Rajkot Dharmik
  • પુનામાં નિર્માણ પામશે શ્રમણ-શ્રમણી સ્થવિરાલય

ગચ્છાધિપતિ આ. શ્રી દોલતસાગરસૂરીજી મ.ના જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે

રાજકોટ, તા. 21
જિનશાસન હિતચિંતક સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી દોલતસાગરસૂરીશ્ર્વરજી મહારાજાનું ઇતિહાસ સર્જક જન્મ શતાબ્દી શંખનાદ વર્ષ ઉજવાઇ રહ્યું છે. પૂજય ગુરૂદેવના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની શ્રૃંખલામાં મહારાષ્ટ્રના પુના શહેરમાં શ્રી દોલતસાગરસૂરી શતાબ્દી શ્રમણ-શ્રમણી સ્થવિરાલયના નિર્માણની ઘોષણા કરાઇ છે. સુવિશાલ સાગર સમુદાયના વરિષ્ઠ ઉર્જાપુરૂષ પ.પૂ.આ.ભ. શ્રી નંદિવર્ધનસાગરસૂરીજી મ.ની પ્રેરણાથી શ્રમણ-શ્રમણી સ્થવિરાલયનું નિર્માણ થનાર છે. ઉપરોકત આયોજનમાં રોહીશાળા તીર્થ પ્રેરક, શાસક પ્રભાવક પૂ. આ. ભ. હર્ષસાગરસૂરીજી મહારાજનું પુનિત માર્ગદર્શન મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement