છારોડી ગુરૂકુળની મુલાકાત લેતા સુપ્રસિધ્ધ વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

21 July 2021 05:34 PM
Rajkot Dharmik
  • છારોડી ગુરૂકુળની મુલાકાત લેતા સુપ્રસિધ્ધ વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

રાજકોટ, તા. 21
સમગ્ર ભારત તથા ભારતની બહાર વસતા હિન્દુઓના દિલમાં જેમનું અનેરૂ સ્થાન છે એવા પ્રખર હિન્દુત્વવાદી અનેવક્તા શ્રીપુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ એસજીવીપીની મુલાકાતે પધાર્યા હતા. અહીં તેઓએ ગૌશાળા, હોલિસ્ટિક હોસ્પિટલ, સંતનિવાસ વગેરે કેમ્પસના વિભાગોની મુલાકાત લીધી હતી.

ત્યારબાદસ્વામી માધવપ્રિયદાસજી તથા સંતો-ઋષિકુમારોએ તેમનું સ્વાગત કર્યુંહતું.
પૂજ્ય સ્વામીશ્રી સાથેની મુલાકાત દરમિયાન પુષ્પેન્દ્રજીએ વર્તમાન સંજોગોને લક્ષ્યમાં લઈને વિસ્તાર પૂર્વક વાર્તાલાપકર્યો હતો. ઉપરાંત તેઓએ આ પ્રસંગે ખાસ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ એ ગુરુકુલની સંસ્કૃતિ છે. મારા હૃદયમાં જે પ્રકારના ગુરૂકુલનો વિચાર દોડે છે અને અમે જે કરવા માંગીએ છીએ એ અહીં ઘણા સમય પહેલા જ સાકારિત પામ્યો છે, જેથી અત્યંતઆનંદ થાય છે. અહીંના સાધુઓનો પ્રયાસ અનોખો છે.

અહીંનું શિક્ષણ કેવળ માર્કશીટને મજબૂત કરવાનુંનથી, માર્કશીટની સાથે સાથે આપણી સંસ્કૃતિનો પાયો પણ મજબૂતથઈ રહ્યો છે. અહીંનું યોગ સેન્ટર, અહીંની હોસ્પિટલ જોઈને એવું લાગતું જ નથી કે સાધુઓ અહીંનું મેનેજમેન્ટ કરતા હોય.મને અહીં આવીને ખૂબ આનંદ અને હર્ષ થઈરહ્યો છે. વારંવાર અહીં આવવાનું મન થાય છે. પૂજ્ય સ્વામીજીએ પણ પુષ્પેન્દ્રજીની નીડરતાને બિરદાવી હતી અને તેઓ હિન્દુ ધર્મના વિશેષ કાર્યો કરતા રહે એવીશુભકામના પણ પાઠવી હતી.


Related News

Loading...
Advertisement