તો રાજકોટ પોલીસ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો કબજો મેળવશે

21 July 2021 06:01 PM
Rajkot Crime Saurashtra
  • તો રાજકોટ પોલીસ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો કબજો મેળવશે
  • તો રાજકોટ પોલીસ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો કબજો મેળવશે
  • તો રાજકોટ પોલીસ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો કબજો મેળવશે

પાંચ વર્ષ પૂર્વે જામનગરના બિઝનેસમેનની હત્યા કરવા આવેલા શાર્પશૂટરો રવી પુજારી ગેંગના હતા

* તત્કાલીન ડીસીપી સુબોધ ઓડેદરા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી, પીએસઆઇ કાનમીયા અને તેમની ટીમે ઓપરેશન પાર પાડી હથીયાર સાથે ઝડપાયેલા શાર્પશૂટરોને ઝડપી પાડયા હતા

* એટીએસના વડા હિમાંશુ શુક્લાની ‘સાંજ સમાચાર’ સાથે ખાસ વાતચીત

રાજકોટ તા.21
સમગ્ર દેશનાં ટોચના બિઝનેસમેન અને જાણીતી ફિલ્મી હસ્તીઓ પાસેથી ખંડણી માંગનાર તેમજ માનવ તસ્કરી, ડ્રગ્સ તસ્કરી અને હત્યા જેવા અનેક ગુનામાં સંડોવાયેલા અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો રાજકોટ પોલીસ કબજો મેળવે તેવી માહિતી મળી છે.

આ બાબતે એટીએસના વડા હિમાંશુ શુક્લાએ ‘સાંજ સામચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તપાસ બાદ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને રાજકોટ પોલીસને સોપવા બાબતે નિર્ણય લેવાશે. અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ઝડપી લીધા બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેનો ટ્રાન્સફર વોરન્ટના આધારે બેંગ્લોરથી કબજો લઈ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. રવિ પુજારી હાલ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં છે. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી સહિતને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

તેના વિરૂઘ્ધ ગુજરાતભરમાં 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 1 માર્ચ 2017 ના રોજ રાજકોટના કુવાડવા રોડ ઉપરથી નીતા ટ્રાવેલ્સની બસમાં જામનગરના ગુટકાના વેપારી અશફાક ખત્રીની હત્યા માટે આવલ ચાર શાર્પશૂટરોને તત્કાલીન ડીસીપી અને હાલના મોરબી પોલીસ વડા સુબોધ ઓડેદરા, તેમજ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ આર.સી.કાનમીયા અને તેમની ટીમે હથિયાર સાથે ઝડપી લીધા હતા જે પ્રકરણમાં અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનું નામ બહાર આવ્યું હતું .

ઝડપાયેલા શાર્પશૂટરો અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી ગેંગના હોવાનું બહાર આવ્યું હું જેમાં રાજકોટ પોલીસે અનીશ ઈબ્રાહીમ, સલીમ ચીપલુન અને આશિષને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીનો સાગ્રીત યુસુફ બચકાનાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે રાજકોટ પોલીસ ચોપડે હજુપણ વોન્ટેડ હોય ગુજરાત પોલીસે ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ બાદ તેને રીમાન્ડ પર મોકલી દેવાયો છે. ત્યારે સૂત્રો તરફથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટ પોલીસ રવિ પૂજારીનો કબજો મેળવે તેવી શક્યતા છે. ગેંગસ્ટર રવી પુજારી પોલીસ તપાસમાં સહકાર આપતો નહી હોવાની વાત આવી રહી છે. ત્યારે પોલીસ રવિ પૂજારીનો વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરવા જઇ રહી છે. પુજારીએ ગુજરાતમાં અનેક લોકોને ટેલિફોનિક ધમકીઓ આપી છે. જેથી પુરાવાઓ એકત્ર કરવા માટે વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવશે.

રાજકોટમાં તા 1 માર્ચ 2017ના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને એસ.સો.જી સહિતના સ્ટાફે કુવાડવા રોડ ઉપરથી હથીયાર સાથે અનિસ ઈબ્રાહિમનો સોપારી કિલર રામદાસ પરશુરામ રાણે, વિનીત પુંડરીક, સંદીપ દયાનંદ સિંઘબાદ, અનિલ રાજુભાઇ ધીલોડાની પોલીસે આકરી પૂછપરછ કરતાં આ શૂટરો દાઉદ ઇબ્રાહિમના ભાઇ અનિસ ઇબ્રાહિમ ગેંગ દ્વારા અપાયેલી સોપારીને અંજામ આપવા આવ્યા હતા અને જામનગરના શિપિંગ, પાનમસાલા અને ગુટખાના ધંધા સાથે સંકળાયેલા અશફાક ખત્રીને મારવા આવ્યાનું કબૂલ્યું હતું આ શાર્પશૂટરો રાજકોટની હોટલમાં ઉતર્યા હતા.

દુબઈમાં હોટ ખૈની તમાકુ અને ગુટકાનો ધંધો કરતાં શફદર ખત્રીને ડરાવીને ધંધો પડાવી લેવા માટે તેના કાકા અશફાકની સોપારી અપાયાનું ખૂલ્યું છે. શાર્પશુટર ધરપકડ બાદ રિમાન્ડ દરમ્યાન પોલીસ તમામને લઇ તપાસ માટે મુંબઈ ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી હતી, પોલીસે મુંબઈથી વધુ કુલ 4 આરોપીઓની ધરપકડ હતી જેમાં રામદાસની પ્રેમિકા અશ્વિની, રીઝવાના શેખ નામની મહિલા સહિત વિનોદ હોડે અને સતીશ ઉર્ફે સત્યાની ધરપકડ કરવામાં આવી હતી. ડી ગેંગના શાર્પશૂટર રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિની તેના પિતાને મળવા મુંબઇ જેલમાં જતી ત્યારે રામદાસ પણ જેલમાં હતો. બન્નેની આંખ મળી જતા પ્રેમ થઇ ગયો હતો.

કેટલાક સમયથી કેરિયર તરીકે ગર્લફ્રેન્ડ પણ ડી ગેંગમાં જોડાય હતી અને નાનું-મોટુ કામ કરતી હતી. અને રાજકોટ ખાતે રેકી કરવા માટે રીઝવાના અને અશ્વિની સાથે આવી હતી જે તે વખતે વર્ષ 2011-12-13માં બન્નેની એક બીજા સાથે મુલાકાત થઇ હતી. રામદાસની પૂછપરછમાં રવિ પુજારી ગેંગના સાગરિત યુસુફ બીચકાના જોડે 2011માં સંપર્ક માં આવ્યો હતો. રામદાસે યુસુફ પાસેથી માણસોની માગ કરી હતી યુસુફે પોતાના માણસો આપ્યા હતા. જેમાંથી વિનોદ, રાહુલ, સચિન રામદાસ, વિનીત અને રીઝવાના રાજકોટ અને જામનગર હત્યાને અંજામ આપવામાં આવ્યા હતા. ભીડભાડને લઇ અંજામ આપી ન શક્યા હતા મુંબઈ પરત ફરી ગયા હતા.

જોકે બીજીવાર રામદાસ દ્વારા રવિ પુજારી ગેંગના યુસુફ જોડે માણસોની માગ કરતા યુસુફે પોતાના સાગરિત આપ્યા હતા જેમાં અનીલ, સંદીપ, વિનીત અને રામદાસ હત્યાનું કાવતરું રચી નાશિકથી બસમાં રાજકોટ પહોંચતાની સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ પોલીસે જે તે વખતે અનીશ ઈબ્રાહીમ, આશિષ અને કર્નાટક જેલમાં રહેલા રવી પુજારી ગેંગના યુસુફ બચકાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકોટ પોલીસે જયારે શાર્પશૂટરોની ધરપકડ કરી ત્યારે રવી પૂજારીએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે રાજકોટમાં ઝડપાયેલા શાર્પશૂટરો દાઉદના નહી પરંતુ પોતાની ગેંગના છે. દાઉદની ગેગનું અસ્તિત્વ જ રહ્યું નથી અને તે પોતાના કામ પાર પાડવા મારી ગેંગ નો ઉપયોગ કરે છે. રાજકોટ પોલીસે શાર્પશૂટરોની ધરપકડ બાદ ગેંગસ્ટર રવી પુજારીનું નામ બહાર આવ્યું હતું. ગુજરાત પોલીસ જયારે રવી પૂજારીનો બેંગ્લોરથી કબજો લીધો છે.

અને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ રવી પુજારીની પુછપરછ કરી રહી છે. ગુજરાતના અલગ અગલ 30 જેટલા ગુનામાં ગેંગસ્ટર રવી પુજારીનો પોલીસ કબજો લેવાની છે. જેમાં રાજકોટમાં ઝડપાયેલા શાર્પશૂટર પ્રકરણમાં પણ રાજકોટ પોલીસ ગેંગસ્ટર રવી પૂજારીનો કબજો લેવાકાર્યવાહી કરે તેવી શક્યતા છે.

આ બાબતે એટીએસના વડા હિમાંશુ શુક્લાએ ‘સાંજ સામચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એટીએસ ગેંગસ્ટર રવી પૂજારીનો કબજો લઇ બોરસદમાં નગરસેવક ઉપર કરેલા ફાયરીંગની તપાસ ચલાવી રહી છે. રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે પકડાયેલા શાર્પશૂટર પ્રકરણમાં ગેંગસ્ટર રવી પૂજારીની સંડોવણીની તપાસ થઈ રહી છે.જો આ બાબતે રાજકોટ પોલીસની સંપર્ક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.


Related News

Loading...
Advertisement