ભારત સામે હાર બાદ ગ્રાઉન્ડ ઉપર જ બાખડ્યા લંકાના કોચ અને કેપ્ટન

21 July 2021 06:31 PM
Sports
  • ભારત સામે હાર બાદ ગ્રાઉન્ડ ઉપર જ બાખડ્યા લંકાના કોચ અને કેપ્ટન

બન્ને વચ્ચે થયેલી ગરમાગરમીનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

નવીદિલ્હી, તા.21
શિખર ધવનની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસે અત્યાર સુધી આશા પ્રમાણે જ પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ બીજા વન-ડેમાં શ્રીલંકાને 3 વિકેટે પરાજિત કરી પોતાનો અજેય અભિયાન યથાવત રાખ્યું છે. ભારતની વન-ડે ઈતિહાસમાં શ્રીલંકા ઉપર આ 93મી જીત છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન પાકિસ્તાનના રેકોર્ડને તોડી નાખ્યો છે. બીજી વન-ડેમાં મોટાભાગનો સમય શ્રીલંકા ટીમનું પલડું ભારે રહ્યું હતું પરંતુ દીપક ચહર અને ભુવનેશ્વર કુમારની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. મેચના અંતિમ સમયમાં જ્યારે ભારતીય બેટસમેનો ધોલાઈ કરી રહ્યા હતા ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા લંકા ટીમના કોચ મિકી આર્થરના ચહેરા પર નારાજગી સાફ દેખાઈ રહી હતી. આર્થર ક્યારેક પોતાની ખુરશી પરથી ઉભા થઈ રહ્યા હતા તો ક્યારેક બેસી જતા હતા. ત્યાં સુધી કે જ્યારે મેચ ખતમ થયો તો આર્થરેમેદાન ઉપર જઈને કેપ્ટન દાસુન શનાકાને જોરદાર સંભળાયું હતું. સોશ્યલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અવાજ નથી સંભળાઈ રહ્યો પરંતુ શનાકાના હાવભાવ જોઈને કહી શકાય કે તે પોતાના બચાવમાં કોચને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે આમ છતાં આર્થર ગુસ્સામાં ગ્રાઉન્ડ બહાર જતાં પણ દેખાયા હતા.


Related News

Loading...
Advertisement