મોતની નજીક પહોંચી ગયેલા પતિનાં પ્રેમને જીવંત રાખવા પત્નીએ સ્પર્મ માંગ્યુ : હાઇકોર્ટમાં અરજી કરી

21 July 2021 06:36 PM
Ahmedabad Gujarat
  • મોતની નજીક પહોંચી ગયેલા પતિનાં પ્રેમને જીવંત રાખવા પત્નીએ સ્પર્મ માંગ્યુ : હાઇકોર્ટમાં અરજી કરી

ન્યાયતંત્રમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસ! : કેસની ગંભીરતા પારખી કોર્ટે 15 મિનિટમાં જ ડોકટરોને સ્પર્મ લેવા આદેશ કર્યો : કોર્ટના આદેશ બાદ પત્ની આઇવીએફ સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરી શકશે

અમદાવાદ તા.21
આજકાલ જ્યાં નવા દામ્પત્ય જીવનમાં ખટાશ આવતા છૂટાછેડાના હજારોની સંખ્યામાં કેસ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. રાજ્યમાં પ્રેમના સંબંધોની મહેક ચારેકોર ફેલાવતી એક ઘટના સામે આવી છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. જેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી શકાય તેમ છે. કોર્ટમાં આવેલો આ કેસ દરેક નવયુગલો માટે એક પ્રેરણારૂપ છે.

પતિના પ્રેમને જીવંત રાખવા એક પત્નીએ ઈંટઋ માટે અરજી કરી છે. અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતા ડોક્ટરોએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. એવામાં અરજદારે ઈંટઋ સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટમાં પત્ની દ્વારા કરેલી ઈંટઋ અરજી પર અરજન્ટ સુનાવણી હાથ ધરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે માત્ર 15 જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પારખી વિશેષાધિકારનો ઉપયોગ કરીને મહત્વનો આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ડોક્ટરોને સ્પર્મ લઇ લેવા આદેશ કર્યો છે. સ્પર્મનો ઉપયોગ ઈંટઋ માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ન કરવા પણ આદેશ કર્યો છે. પરંતુ કોર્ટના આદેશ વગર અરજદાર પત્ની સ્પર્મનો ઉપયોગ નહીં કરી શકે. કોરોનાથી પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટેમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો પહોંચ્યો છે. જેમાં વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં ઈંટઋ માટે અરજી કરી છે. અરજી કરનાર મહિલાના પતિ પાસે 24 કલાક જ જીવી શકે તેમ હોવાને કારણે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને કૃત્રિમ ગર્ભધારણ કરવા માટે પતિના સ્પર્મના ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી ઈંટઋ કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે.

પરંતુ ડોક્ટરોએ તેની મંજૂરી આપી નહોતી અને દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઇકોર્ટનો સહારો લીધો હતો. મહિલાની અરજી પર હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે 15 જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પારખી વિશેષાધિકારની રુએ મહત્વનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સ્પર્મ લઇ લેવા આદેશ કર્યો છે. પરંતુ સ્પર્મનો ઉપયોગ ઈંટઋ માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ન કરવા આદેશ કર્યો છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વડોદરાના આ દંપતિના લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયા હતા પણ કોરોનાં મહામારીની બીજી લહેરના કારણે અરજદારના પતિ કોરોનો પોઝિટિવ આવ્યો હતો. આ બીમારી ખુશાલ દાંમ્પત્ય જીવનને ભરખી ગઈ છે. કોરોનાએ પતિના તેટલી હદે મલ્ટીપલ ઓર્ગન ફેલ કરી નાંખ્યા છે કે ડોક્ટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં તેમના પત્નીએ બન્નેના સંબંધોની નિશાની રાખવા ઈંટઋ ટેક્નોલોજીના માધ્યમથી બેબી રાખવા આયોજન કર્યું પણ ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં પત્નીએ હાઈકોર્ટના શરણે જવું પડ્યું હતું.


Related News

Loading...
Advertisement