ખોડીયારનગરના મકાનમાંથી વિદેશી દારૂની 84 બોટલ પકડાઇ : આરોપી ફરાર

21 July 2021 06:49 PM
Rajkot Crime
  • ખોડીયારનગરના મકાનમાંથી વિદેશી દારૂની 84 બોટલ પકડાઇ : આરોપી ફરાર

માલવીયાનગર પોલીસે રૂા. 33000નો મુદ્દામાલ જપ્ત કરી : આરોપીની શોધખોળ ચાલુ કરી : બીજા દરોડામાં સાંઇબાબા સર્કલ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે બે પકડાયા

રાજકોટ, તા.21
ખોડીયારનગર શેરી નં.13માં રહેતા કિશન ભરત ડોડીયાના મકાનમાંથી વિદેશી દારૂની 84 બોટલ રૂા. 33000નો મુદામાલ મળી આવ્યો હતો. જયારે કિશન ફરાર થઇ જતા માલવીયાનગર પોલીસે તેની શોધખોળ આદરી છે.

બનાવની વિગત મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.કે.ઝાલા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ શેહતભાઇ કછોટ અને કુલદીપસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે ખોડીયારનગર શેરી નં.13માં મચ્છો માતાજીના મંદિર પાસે રહેતા કિશન ભરત ડોડીયાના મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની 84 બોટલ રૂા. 33000નો મુદામાલ પકડાયો હતો.

જયારે કિશન ડોડીયા ફરાર થઇ જતા માલવીયાનગર પોલીસે શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે કિશન ડોડીયા ઉપર અગાઉ માલવીયા નગર પોલીસ અને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને મારામારીના અનેક ગુનાઓમાં તેમની ધરપકડ થયેલ છે.

બીજા દરોડામાં આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.ઝાલા અને કોન્સ્ટેબલ જયપાલભાઇ બરાળીયાને મળેલી બાતમીના આધારે સાંઇબાબા સર્કલ પાસે સ્વાતીપાર્ક એપાર્ટમેન્ટ નજીકથી સાગરદાન ગોરખદાન ગઢવી (ઉ.વ.ર9, રહે. પડલવા, રાજકોટ) અને જીજ્ઞેશ તુલસી ડાભી (ઉ.વ.4ર, રહે. કોઠારીયા રોડ)ને વિદેશી દારૂની એક બોટલ રૂા. 400 અને બાઇક રૂા. રપ000 મળી કુલ રપ400ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.


Related News

Loading...
Advertisement