જેમના સ્વજન ઓકિસજનની કમીથી મર્યા હશે તેમના પર શું વીતી હશે? શિવસેના નેતા

21 July 2021 06:50 PM
India Politics
  • જેમના સ્વજન ઓકિસજનની કમીથી મર્યા હશે તેમના પર શું વીતી હશે? શિવસેના નેતા

સરકાર સામે કેસ થવો જોઈએ: રાઉત

નવી દિલ્હી તા.21
કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની કમીથી કોઈના મોત થયા નથી તેવો દાવો કરનાર એનડીએ સરકાર પર વિપક્ષોએ પસ્તાળ પાડી છે. ત્યારે આવુ નિવેદન આપનાર સરકારની સામે કેસ કરવાની માંગણી શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કરી છે.

રાઉતે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે મારી પાસે શબ્દો નથી. આખરે આ પ્રકારનું સરકારનું નિવેદન સાંભળી એવા પરિવારો પર શું વીતી હશે જેમણે ઓકિસજનની કમીથી પોતાના સ્વજન ગુમાવ્યા હોય રાઉતે જણાવ્યું હતું કે સરકાર સામે કેસ કરવો જોઈએ. તે ખોટુ બોલી રહી છે.

રાઉતે આ સિવાય પેગાસીસ ફોન હેકીંગને લઈને પણ સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે આ મામલે વિપક્ષ તરફથી જેપીસી અને સુપ્રિમ કોર્ટની દખલની માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઓકિસજનની કમીથી કોઈ નથી મર્યુ તેવા સરકારનાં નિવેદન મામલે વિપક્ષોએ સવાલો ઉઠાવતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ એવો ખુલાસો કર્યો હતો કેન્દ્ર સરકાર તરફથી કોઈ જાણકારી નથી અપાતી.કેન્દ્ર સરકાર પાસે કોરોનાના આંકડા છુપાવ્યાનું કોઈ કારણ નથી. કેન્દ્ર સરકાર માત્ર આંકડાનું સંકલન જ કરે છે જે રાજયો દ્વારા રજુ કરાય છે.


Related News

Loading...
Advertisement